વોર્નરની પત્નીએ કહ્યું બોલ ટેમ્પરિંગનું મૂળ કારણ હું છું!

 • Share this:
  ઓસ્ટ્રેલિયાના બરતરફ કરાયેલ ઉપકપ્તાન ડેવિડ વોર્નરની પત્ની કૈંડાઇસે કહ્યું કે બોલ સાથે ચેડા કરવાના વિવાદમાં તે પોતાને દોષી માને છે. કારણ કે પતિને દક્ષિણ આફ્રિકામાં જે ટોણા સાંભળીને આ કરવું પડ્યું આખરે તેમને તેનું ભોગવવું પડ્યું.

  વોર્નરને દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે ચેડા કરવાની યોજનામાં સામેલ થવાની યોજનામાં દોષી માનવામાં આવ્યાં છે અને તેમની પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

  બોલ વિવાદ પહેલા ટેસ્ટ સીરિઝ દરમિયાન બંન્ને ટીમો વચ્ચે સંબંધો સારા રહ્યાં નહતાં. પહેલી ટેસ્ટ મેચ દરમિયાન વોર્નર અને ક્વિંટન ડિકોક વચ્ચે ઝગડો થયો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને દક્ષિણ આફ્રિકાના વિકેટકિપરની પત્ની માટે અપશબ્દ કહ્યાં હતાં. દક્ષિણ આફ્રિકાના બે વરિષ્ઠ અધિકારીઓએ પણ બીજી ટેસ્ટ મેચ દરમિયાન ત્રણ દર્શકો સાથે તસવીરો પડાવી હતી. જેમણે કૈંડાઇસ વોર્નરની સાથે સંબંધોના સંદર્ભમાં ઓલ બ્લેક ખેલાજી સોની વિલિયમ્સનો મુખોટો પહેર્યો હતો.

  કૈંડાઇસ વોર્નરે કહ્યું કે પોતાના પતિના વ્યવહાર માટે કોઈ બહાનું નથી બનાવી રહી પરંતુ તે જેટલું સંભવ થઈ શકે મારો અને બાળકોનો બચાવ કરી રહ્યાં હતાં. તેણે આગળ જણાવતાં કહ્યું કે, 'ડેવ જ્યારે ઘરે આવ્યાં ત્યારે તેમણે મને બેડરૂમમાં રડતા જોઈ. છોકરીઓ પોતાની માતાને જોઈ રહી હતી. જ્યારે તે કેપટાઉન અને એલિઝાબેથમાં હતા ત્યારે મેં પોતાની જાતને મજબૂત બનાવી રાખી હતી. '

  પરંતુ તે મુખોટો પહેરેલો જોઈને , લોકોનું મને ખરાબ નજરથી જોવું, મારી તરફ ઇશારા કરવા, મને જોઈને હસવું અને મારી પર ગીતો પણ બનાવવામાં આવ્યાં છે. આ બધું મને ત્યાં બેસીને સહન કરવું પડ્યું હતું. કૈંડાઇસે ઓસ્ટ્રેલિયા પ્રશંસકો પાસેથી પણ સહાનુભૂતિ અને સંયમની અપીલ કરી. તેણે કહ્યું કે આ બોલર તે વખતે આ બધી જ વાતોથી પરેશાન હતો.
  Published by:Kaushal Pancholi
  First published: