Home /News /sport /

AUS vs NZ: ડેવિડ વોર્નર મેન ઓફ ધી સિરીઝ બન્યો તો પત્નીએ માર્યો ટોણો, IPLમાં અનેક મેચમાં નહોતી મળી જગ્યા

AUS vs NZ: ડેવિડ વોર્નર મેન ઓફ ધી સિરીઝ બન્યો તો પત્નીએ માર્યો ટોણો, IPLમાં અનેક મેચમાં નહોતી મળી જગ્યા

David Warnerની પત્નીએ માર્યો ટોણો

AUS vs NZ: David Warnerની પત્નીનું ટ્વીટ વાયરલ, આડકતરી રીતે ટીકાકારોની ઝાટકણી કાઢી નાખી

  AUS vs NZ: T-20 વર્લ્ડકપની ફાઇનલમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય થયો હતો (Australia Won T20 World Cup) આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને 50 રનની મેરેથોન ઈનિંગ રમી હતી. વોર્નરને 289 રનના ટોટલ સાથે વર્લ્ડકપની ફાઇનલ સુધી ટીમને લઈ જવા માટે મેન ઓફ ધી ટુર્નામેન્ટનો ખિતાર મળ્યો હતો (David Warner Man Of The Tournament) આ એવોર્ડ મળતાની સાથે જ ડેવિડ વોર્નરની પત્ની કેન્ડીસ વોર્નરે તેના ટીકાકારોને ટોણો માર્યો છે (David Warner's wife Candice laughs off critics) કારણ કે વર્લ્ડકપ અગાઉ વોર્નરની ખૂબ ટીકા થઈ હતી. ખાસ કરીને વર્લ્ડકપ પહેલાં જ યોજાયેલી આઈપીએલ વોર્નર માટે નિરાશા લઈ આવી હતી.

  ડેવિડ વોર્નર આઈપીએલમાં સન રાઇઝર્સ હૈદરાબાદની ટીમમાંથી રમે છે. આ આઈપીએલ તેના માટે નિરાશાજનક રહી હતી. આઈપીએલમાં પહેલાં કેપ્ટનશીપ ગુમાવી ચુકેલો વોર્નર આ વખતે પણ ખાસ સફળ રહ્યો નહોતો. કેટલીક મેચમાં તેને પ્લેઇંગ 11માં જગ્યા નહોતી મળી. વોર્નરને કેટલાક ટીકાકારોએ ગલઢો અને ધીમો કહ્યો હતો. જોકે, વોર્નરે વર્લ્ડકપની ફાઇનલમાં જે ઈનિંગ રમી તે ખરેખર સ્ફોટક હતી. તેણે સુપર 12માં વેસ્ટઇન્ડિઝની ઇનિંગથી ગિયર ચેન્જ કર્યો હતો.

  આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કોચ કોણ? જાણો રાહુલ દ્રવિડને કેટલો મળશે પગાર, સૌથી વધુ ક્યો દેશ આપે છે સેલેરી

  વોર્નરની પત્નીએ ટોણો માર્યો

  વોર્નર પર 'Old and Slow' કોમેન્ટ કરનારા લોકોને તેની પત્નીએ આડકતરો ટોણો માર્યો હતો. તેણે વોર્નરનો મેન ઓફ ધી ટુર્નામેન્ટનો ફોટો મૂકીને આ જ શબ્દો લખ્યા હતા અને સાથે જ પાછળ સ્માઈલી મૂક્યા હતા. આમ તેણે પોતાના પતિના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે વોર્નર 34 વર્ષનો છે પરંતુ તેની ફિટનેસ પર કોઈ શંકાને સ્થાન નથી.

  વોર્નરનો દુબઈમાં તરખાટ

  દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 172 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ન્યુઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) 48 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
  જે બાદ ઓસ્ટ્રેલિયાએ માત્ર 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે મિશેલ માર્શે (Mitchell Marsh) 50 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની ઈનિંગ રમી હતી અને અણનમ રહ્યો હતો. તો સામે છેડે ડેવિડ વોર્નરે (David Warner) 38 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન ફટકાર્યા હતા.

  આ પણ વાંચો : ભારતીય ટીમમાં સૌથી વધુ વિરાટ કોહલી, રોહિત શર્મા-જસપ્રીત બુમરાહને મળે છે પગાર, જાણો ખેલાડીઓની સેલેરી

  ત્રણ દીકરીઓનો પિતા છે વોર્નર

  ડેવિડ વોર્નર ત્રણ દીકરીઓનો પિતા છે. તેનું પારિવારીક જીવન ખૂબ જ ઉચ્ચ કોટીનું છે. તે પોતાની દીકરીઓ સાથે ઘરમાં રમતો રમતો તેમજ દરિયામાં સર્ફિંગ કરતો અનેકવાર જોવા મળે છે. તેની પત્ની કેન્ડીસ પણ ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. સ્વાસ્થ્ય માટે ગંભીર એવા આ પરિવાર માટે વર્લ્ડકપ ખુશીનો અનેરો પ્રસંગ લઈને આવ્યો છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Aus Vs Nz, Cricket News in Gujarati, David warner, T20 world cup

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन