નવી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. દેશમાં મજબૂત ટીમોને હરાવવાની સાથે વિદેશમાં પણ ભારતીય ટીમ જીતનો ડંકો વગાડી રહી છે. ભારતીય ક્રિકેટમાં આ બદલાવ રાતોરાત નથી આવ્યો. દેશમાં ઘરેલુ ક્રિકેટનો મજબૂત ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. યુવા ખેલાડીઓના ટેલેન્ટને ઓળખવામાં આવ્યું છે અને બે ટીમ ઈન્ડિયા તૈયાર કરવામાં આવી છે. આ બાબતનો સંપૂર્ણ શ્રેય પૂર્વ ભારતીય બેટ્સમેન અને નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર રાહુલ દ્રવિડને આપવામાં આવે છે. રાહુલ દ્રવિડે છેલ્લા કેટલાક વર્ષોમાં પૃથ્વી શૉ, શુભમન ગિલ, મયંક અગ્રવાલ જેવા ખેલાડીઓને પરખવાનું કામ કર્યું છે, જે હવે ભારતીય ટીમ માટે રમી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર પણ રાહુલ દ્રવિડના ટેલેન્ટથી વાકેફ છે. ડેવિડ વોર્નરે સ્પોર્ટ્સ ટુડે સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે હાલના ભારતીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડનું ખૂબ જ યોગદાન છે. રાહુલ દ્રવિડે મચ વિનર ખેલાડીઓની લાઈન લગાવી દીધી છે, જેના કારણે ભારતીય ક્રિકેટમાં ખૂબ જ મોટો ફેરફાર થયો છે. આ વાત માટે તમારે બહુ વધારે પાછળના સમયને યાદ કરવાની જરૂર નથી. હમણા ઓસ્ટ્રેલિયામાં જ થયેલ ટેસ્ટ મેચમાં ભારતે ટેસ્ટ સીરિઝમાં ઐતિહાસિક જીત મેળવી હતી, જે આ વાતનું ઉદાહરણ છે. આ મેચમાં ઈશાંત રમ્યો ન હતો. એડિલેડમાં થયેલ પ્રથમ ટેસ્ટ બાદ વિરાટ કોહલી, મોહમ્મદ શમી બહાર નીકળી ગયા હતા. તેમ છતાં ભારતીય ટીમે મેલબર્ન ટેસ્ટ જીતી હતી.
અગાઉ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 5 ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યુ કર્યું
ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવેલ મેચમાં રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને ઉમેશ યાદવ ટેસ્ટ મેચ રમી શક્યા ન હતો. રવિચંદ્રનન અશ્વિન અને હનુમા વિહારી એક પણ ટેસ્ટ રમ્યા ન હતો. છેલ્લી ટેસ્ટ શરૂ થવા સમયે સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં સામેલ માત્ર બે ખેલાડી ટીમ મેનેજમેન્ટના પ્લેઈંગ-11માં બાકી રહ્યા હતા. ભારત તરફથી પાંચ ખેલાડીઓએ આ ટેસ્ટ સીરિઝમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની અને શુભમન ગિલ જેવા ક્રિકેટરના નામ સામેલ છે.
આ પહેલા 1996માં ભારતમાં વિદેશી પ્રવાસ પર આટલા મોટા પ્રમાણમાં ડેબ્યૂ થયા હતા. આ દરમિયાન ઈંગ્લેન્ડમાં 6 ખેલાડી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. જેમાંના બે રાહુલ દ્રવિડ અને પારસ મ્હામ્બ્રે હતા. આ બંને ખેલાડીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત માટે નવા ખેલાડીઓની લાઈન લગાવી દીધી છે. દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર રહ્યા છે, તો પારસ મ્હામ્બ્રે બોલિંગ કોચ છે.
Among other things I liked @davidwarner31 crediting Rahul Dravid saying he is the one creating the supply line and that’s what has made a huge diff to this Indian team.
દ્રવિડ અને મ્હામ્બ્રેએ મળીને અંડર-16 અને અંડર-19ના 150 ટેલેન્ટેડ ખેલાડીઓને તૈયાર કર્યા છે. આ 150 ખેલાડીઓને 25-25ના અલગ અલગ 6 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. આ દરેક ગ્રુપને ઝોનલ ક્રિકેટ એકેડમીમાં કેમ્પ લગાવીને એક મહિનો તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી 50 ખેલાડીઓને અલગ કરવામાં આવ્યા અને તેમને નેશનલ કેમ્પમાં અલગ ટ્રેનિંગ આપવામાં આવી. આ એકેડમીમાં આંતરાષ્ટ્રીય સ્તરના ટ્રેનર, ફીઝિયો અને કોચિંગ સ્ટાફ હતા.
અનેક વાર નેશનલ ક્રિકેટ એકેડમીના કોચ પારસ મ્હામ્બ્રે, નરેન્દ્ર હિરવાની, અભય શર્મા અને રાહુલ દ્રવિડ પણ આ કેમ્પમાં ખેલાડીઓના ટેલેન્ટને પારખવા માટે જતા હતા. આ ઝોનલ કેમ્પને ચલાવવાની જવાબદારી કોચ પાસે હતી. જેમાં અજય રાત્રા, મહિલા ક્રિકેટ ટીમના હાલના કોચ રમેશ પવારના નામ સામેલ છે.
દ્રવિડ કોચ હતા ત્યારે ભારતે અંડર-19નો વર્લ્ડ કપ જીત્યો
રાહુલ દ્રવિડે વર્ષ 2015માં ઇન્ડિયા અંડર-19 ટીમ અને ટીમ-એ ના હેડ કોચનું પદ સંભાળ્યું હતું. રાહુલ દ્રવિડે ટ્રેનિંગ આપતા ભારત 2016માં અંડર-19 વિશ્વ કપનું ઉપવિજેતા રહ્યું અને 2018માં વર્લ્ડ કપ જીત્યો. રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ પૃથ્વી શૉ, દેવદત્ત, પડિક્કલ, મયંક અગ્રવાલ, ઈશાન કિશન જેવા ખેલાડીઓએ રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મેળવી હતી. રાહુલ દ્રવિડે સેમસનને IPL મેચમાં જગ્યા મેળવવા માટે મદદ કરી હતી. દ્રવિડ IPL ટીમના મેન્ટર રહી ચૂક્યા છે
દ્રવિડ અંડર 19 અને ઇન્ડિયા એ ટીમના કોચ બન્યા પહેલા વર્ષ 2012-13માં IPL ટીમ રાજસ્થાન રોયલના કોચ, કેપ્ટન અને મેન્ટર રહી ચૂક્યા છે. તેમની કોચિંગ હેઠળ રાજસ્થાન રોયલ ટીમ 2013માં લીગમાં પ્લેઓફ રમી હતી. વર્ષ 2016માં ભારતીય અંડર-19 ટીમના કોચ બનતા પહેલા દ્રવિડ પાસે દિલ્હી ડેયરડેવિલ્સ (હાલમાં દિલ્હી કેપિટલ્સ)ના કોચ બનવા માટેની ઓફર આવી હતી. આ ઓફરનો અસ્વીકાર કરતા રાહુલ દ્રવિડે અંડર-19 ટીમને કોચિંગ આપવાનો નિર્ણય કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર