Home /News /sport /David Warner: બેવડી સદીની ઉજવણીમાં ફોર્મમાં આવી ગયો ક્રિકેટર, ઇજાગ્રસ્ત થઈને મેદાન બહાર ગયો, જુઓ VIDEO

David Warner: બેવડી સદીની ઉજવણીમાં ફોર્મમાં આવી ગયો ક્રિકેટર, ઇજાગ્રસ્ત થઈને મેદાન બહાર ગયો, જુઓ VIDEO

ડેવિડ વોર્નરની બેવડી સદી

Australia VS South Africa: વોર્નરે તેની 100મી ટેસ્ટ મેચમાં 254 બોલમાં અણનમ 200 રન બનાવીને તેના તમામ ટીકાકારોને ચૂપ કરાવી દીધા હતા. પણ ત્યાર પછી વધારે પડતી ઉજવણી તેને ભારે પડી હતી ઇજાગ્રસ્ત થઈને મેદાનની બહાર જવ પડ્યું હતું.

DAVID WARNER DOUBLE HUNDRED: ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટ (David Warner In Test Cricket)માં ટ્રિપલ ફિગરના માર્કની 1089 દિવસની લાંબી રાહનો આખરે અંત કર્યો ત્યારે કદાચ આ જ વાત તેણે પોતાની જાતને કહી હશે કે, 100મી ટેસ્ટમાં સદી? ના! હું તેનાથી પણ આગળ જઈશ. પરંતુ આ રાહથી પણ વધુ, વોર્નર માટે આ વર્ષ મુશ્કેલ રહ્યું છે, જેમાં તેના ઘટતા ફોર્મ અને તેના કેપ્ટનશીપ પરના પ્રતિબંધના (episode on captaincy ban) એપિસોડ વચ્ચે ટીમમાં તેના સ્થાન અંગેના પ્રશ્નો થઇ રહ્યા છે. પરંતુ વોર્નરે તેના તમામ વિચારોને બાજુએ મૂકીને મંગળવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (Melbourne Cricket Ground) પર બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે ઓસ્ટ્રેલિયા માટે તેની 100 મી ટેસ્ટ મેચમાં રેકોર્ડ બેવડી સદી ફટકારી હતી.

આ મહિનાની શરુઆતમાં જ વોર્નરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેના મુદ્દાઓ વચ્ચે કેપ્ટન્સી પરનો પ્રતિબંધ પાછો ખેંચવાની અપીલ પરત ખેંચી લીધી હતી અને તે પછી દક્ષિણ આફ્રિકા સામેની શરૂઆતની ટેસ્ટમાં નબળા દેખાવ બાદ ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે તેને વિનંતી કરી હતી કે તે તેની કારકિર્દી વિશે ઊંડાણપૂર્વક વિચાર કરે કે, તે કેવી રીતે તેનો અંત લાવવા માંગે છે.



પરંતુ વોર્નરે તેની 100મી ટેસ્ટ મેચમાં 254 બોલમાં અણનમ 200 રન બનાવીને તેના તમામ ટીકાકારોને ચૂપ કરાવી દીધા હતા. ગયા વર્ષે ઇંગ્લેન્ડના જો રૂટે ભારત સામે આ દુર્લભ અને ભવ્ય સિદ્ધિ મેળવ્યા પછી તે 100મી મેચમાં બેવડી સદી ફટકારનાર માત્ર બીજો બેટ્સમેન બન્યો હતો.

આ પણ વાંચો: Boxing Day Test: એએએ...ચાલુ મેચમાં સટ્ટ દઈને વાગ્યો કેમેરો, મેદાનમાં જ ઢળી પડ્યો ક્રિકેટર, જુઓ VIDEO

પોતાની સદીની જેમ જ વોર્નરે બાઉન્ડ્રી સાથે આ વખતે લુંગી એનગિડીની બોલિંગ દરમિયાન 200 રન પણ પૂરા કર્યા હતા. જે બાદ તે તરત જ તેના ઘૂંટણ પર બેસી જાય છે અને મેલબોર્નમાં પ્રેક્ષકોએ તેની આ શાનદાર બેટિંગને બિરદાવે છે. વોર્નર તેની ટ્રેડમાર્ક જમ્પ સેલિબ્રેશન પણ કરવામાં સફળ રહ્યો હતો, પરંતુ એક બોલમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તબીબી સહાય આવે તે પહેલા ખેલાડી તેની જાંઘને પકડતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ પણ પ્રક્ષકોએ વોર્નર માટે તાળીઓ પાડવાનું ચાલું રાખ્યું હતું અને તેને મેદાનની બહાર લઇ જવામાં આવ્યો હતો.

" isDesktop="true" id="1308912" >

જો વોર્નર આ ઈનિંગમાં કે પછી આગામી ઈનિંગમાં ફરીથી બેટીંગ કરવા માટે ઉતરશે, તો તેની પાસે ખેલાડીની 100મી મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનવાની તક રહેશે. હાલમાં તે રિકી પોન્ટિંગના 263 અને રુટના 218 રન પછી ત્રીજા સ્થાને છે.
First published:

Tags: Aus VS SA, David warner, Test Match, ક્રિકેટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો