Home /News /sport /IND vs AUS: ઓસ્ટ્રેલિયન ટીમને લાગ્યો મોટો ફટકો, ઈજાને કારણે આ ખેલાડી ટીમમાંથી થઈ શકે છે બહાર
IND vs AUS: ઓસ્ટ્રેલિયન ટીમને લાગ્યો મોટો ફટકો, ઈજાને કારણે આ ખેલાડી ટીમમાંથી થઈ શકે છે બહાર
david warner
IND VS AUS: નાગપુર ટેસ્ટની બંને ઈનિંગમાં નિષ્ફળ રહેલા વોર્નર માટે મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. દિલ્હી ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થયા બાદ તેના ત્રીજી ટેસ્ટ મેચ રમવા સામે સવાલ ઊભો થઈ ગયો છે.
David Warner Injury: બીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર પ્રથમ દિવસે બેટિંગ કરતી વખતે માથામાં થયેલી ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. હવે ટીમમાં ડેવિડ વોર્નરના સ્થાને મેટ રેનશો (Matt Renshaw) નો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે તેના ત્રીજી ટેસ્ટમાં રમવા પર સવાલ છે.
દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયા ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે શરૂઆતમાં જ ડેવિડ વૉર્નરને મોહમ્મદ સિરાજના બાઉન્સર બૉલથી ઇજા થઇ હતી. આ દરમિયાન એક બૉલ સીધો ડેવિડ વૉર્નરના હેલમેટ પર આવીને વાગ્યો હતો. જોકે આમ છતાં ડેવિડ વૉર્નર પીચ પર રહ્યો, પરંતુ જેવો તે આઉટ થયો તે પછી તાત્કાલિક તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. હવે તેને દિલ્હી ટેસ્ટમાંથી બહાર કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ અંગે વાત કરતા સાથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ જણાવ્યું હતું કે તે દિવસે વોર્નર થાકેલો લાગી રહ્યો હતો.
નાગપુરમાં શરુઆતની ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરનારી ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ટેસ્ટમાં પોતાની પ્રથમ ઈનિંગમાં 263 રનમાં આઉટ થઈ ગઈ હતી. વોર્નરને મોહમ્મદ સિરાજના બાઉન્સરનો સામનો કરવો પડ્યો હતો અને તેને બે વાર વાગ્યું હતું.
નાગપુર ટેસ્ટની બંને ઈનિંગમાં નિષ્ફળ રહેલા વોર્નર માટે મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. ભારતમાં 21.78ની એવરેજથી રન બનાવનારા વોર્નર માટે આ ટેસ્ટ શ્રેણીમાં પુનરાગમન કરવું સરળ નહી હોય. આ સાથે જ આગામી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન બનાવવું તેના માટે મુશ્કેલ બની રહેશે. ડેવિડ વોર્નર પોતાના ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. વોર્નરનો અત્યાર સુધીની સિરીઝની ત્રણ ઇનિંગ્સમાં 1, 10 અને 15નો સ્કોર છે.
બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વોર્નર હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ગાઈડલાઇન અનુરૂપ ઇન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રમતના પ્રોટોકોલને અનુસર્યા બાદ પુનરાગમન કરશે.
પહેલા દિવસે રમત પૂરી થયા પછી વોર્નરના સાથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ કહ્યું હતું કે વોર્નર થોડો થાકી ગયો હતો. હાથ પર અને પછી માથા પર બોલ અથડાવવાના કારણે તે ભારે અનુભવતો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, વોર્નરની જગ્યાએ મેટ રેનશોને લવાયો હતો. જોકે, મેટ રેનશો પણ નાગપુર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો. હવે વોર્નરની ઈજા બાદ તેને ફરી તક મળી છે. તે સારી ઇનિંગ્સ રમીને ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરી શકે છે. બીજી ટેસ્ટમાં રેનશોને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો અને તેના સ્થાને ટ્રેવિસ હેડને સામેલ કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર