Home /News /sport /દાસુન શનાકા અને કુસલ મેન્ડિસની ધમાકેદાર પર્ફોર્મન્સ, ભારત સામે 207 રનનું મોટુ લક્ષ્ય

દાસુન શનાકા અને કુસલ મેન્ડિસની ધમાકેદાર પર્ફોર્મન્સ, ભારત સામે 207 રનનું મોટુ લક્ષ્ય

ભારતની બેટીંગમાં ધબડકો ઈશાન-ગિલ અને ત્રિપાઠી પેવેલિયન પરત ફર્યા

કુસલ મેન્ડિસની શાનદાર અડધી સદી અને દાસુન શનાકાની કેપ્ટનશીપની ઇનિંગ્સના આધારે શ્રીલંકાએ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક રાખ્યો છે.

  દિલ્હી : કુસલ મેન્ડિસની શાનદાર અડધી સદી અને દાસુન શનાકાની કેપ્ટનશીપની ઇનિંગ્સના આધારે શ્રીલંકાએ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારત તરફથી પ્રથમ બેટિંગનું આમંત્રણ મળતાં શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા.

  શનાકાએ 22 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા જ્યારે મેન્ડિસે 31 બોલમાં 52 રન બનાવ્યા હતા. દાસુન શનાકાએ તેની વિસ્ફોટક ઇનિંગમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા જ્યારે મેન્ડિસે તેની અડધી સદીમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ભારત તરફથી ઉમરાન મલિકે 48 રનમાં 3 વિકેટ લીધી હતી.

  ભારતને 207 રનનો ટાર્ગેટ છે

  ઓપનર કુસલ મેન્ડિસ અને કેપ્ટન દાસુન શનાકાની અડધી સદીના આધારે શ્રીલંકાએ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. શનાકા 22 બોલમાં 56 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

  આ પણ વાંચો : રાહુલ દ્રવિડ પણ ના પારખી શક્યો આ 'કોહિનૂર', ને, કોચની સલાહ બાદ બદલાઈ ગયુ ભાગ્ય

  ઈશાન કિશન, શુભમન, અને રાહુલ ત્રિપાઠી સસ્તામાં આઉટ

  ભારત 207નો લક્ષ્યાંક પાર કરવા ઈશાન કીશન અને શુભમન ગીલ ઓપનીંગ આવ્યા હતા. જેમાં શ્રીલંકાના બોલર કસુન રજીથાએ ઈશાન કિશનને બોલ્ડ કર્યો હતો. આ ઉપરાંત શુભમન ગીલ અને રાહુલ ત્રિપાઠી પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
  Published by:Sachin Solanki
  First published:

  Tags: Cricket New in Gujarati, Cricketers, IND VS SL

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन