Home /News /sport /કોણ છે શ્રીલંકાનો બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકા, જે વર્લ્ડકપ દરમિયાન રેપ કેસમાં ફસાયો

કોણ છે શ્રીલંકાનો બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકા, જે વર્લ્ડકપ દરમિયાન રેપ કેસમાં ફસાયો

દનુષ્કા ગુણથીલકા પર દુષ્કર્મનો આરોપ

Danushka Gunathilaka Arrested: શ્રીલંકન ક્રિકેટર ગુનાથિલકાની કથિત જાતીય શોષણ માટે ઓસ્ટ્રેલિયામાં ધરપકડ કરવામાં આવી છે. જાણો કોણ છે આ ખેલાડી.

    Danushka Gunathilaka Arrested: શ્રીલંકાના બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકા વિશે બધા શા માટે વાત કરી રહ્યા છે? શું શ્રીલંકા 5 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ T20 વર્લ્ડ કપ(T20 worldcup) માંથી બહાર નથી થયું?

    જોકે આ બાબત શ્રીલંકાની ટીમ વિશે નથી. તે માત્ર ગુનાથિલકા વિશે છે. ઓસ્ટ્રેલિયામાં પોલીસે તેના પર ગંભીર ગુનાનો આરોપ લગાવ્યો છે.

    તેણે શું કર્યું?

    ઓસ્ટ્રેલિયન પોલીસ રવિવાર (નવેમ્બર 6)ની વહેલી સવારે સિડનીના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં શ્રીલંકાની ટીમની હોટેલમાં આવી હતી અને કથિત જાતીય શોષણ માટે ગુનાથિલકાની ધરપકડ કરી હતી. સિડનીના નાના શહેર રોઝ બેમાં એક ખાનગી ઘરમાં 29 વર્ષીય મહિલા પર થયેલા જાતીય સતામણીના આરોપોની પોલીસ તપાસ કરી રહી છે.

    અસલમાં શું થયું હતું?

    ESPNCricinfo દ્વારા જણાવેલા ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના નિવેદન અનુસાર, “એક ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન દ્વારા ઘણા દિવસો સુધી ક્રિકેટર સાથે વાતચીત કર્યા પછી આ સ્ત્રી તેને મળવા આવી હતી. આરોપ છે કે ત્યારબાદ તેણે બુધવાર 2 નવેમ્બર 2022ની સાંજે તેનું જાતીય શોષણ કર્યું હતું."

    ક્રાઈમ સીનની નિષ્ણાંત પોલીસ દ્વારા તપાસ

    ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે સ્ટેટ ક્રાઈમ કમાન્ડની સેક્સ ક્રાઈમ સ્ક્વોડ અને ઈસ્ટર્ન સબઅર્બ પોલીસ એરિયા કમાન્ડના ડિટેક્ટીવ તરીકે કરી છે તે જણાવે છે કે - “31 વર્ષીય વ્યક્તિની સસેક્સ એરિયાની સ્ટ્રીટમાં આવેલ એક હોટલમાંથી આજે સવારે 1 વાગ્યા પહેલા ધરપકડ કરવામાં આવી હતી.” ત્યારબાદ શ્રીલંકા ક્રિકેટે (SLC) ગુનાથિલકા તરીકે ખેલાડીની ઓળખને જાહેર કરતું નિવેદન જારી કર્યું હતું.

    ફોક્સ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા પરના એક અહેવાલમાં ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ જેન ડોહર્ટીને ટાંકીને કહેવાયું છે કે, “તેઓ અગાઉથી નક્કી કરેલ પ્લાન મુજબ ડ્રિંક્સ માટે મળ્યા હતા, ખાવા માટે કંઈક લીધું હતું અને મહિલાના ઘરે પાછા ગયા હતા. મહિલાએ તમામ સાવચેતી રાખી હતી, તે જાહેર સ્થળે ક્રિકેટરને મળી હતી, છતાં કમનસબે આ ઘટના બની હતી.

    ધરપકડ બાદ શું થયું?

    પોલીસ નિવેદન મુજબ, ગુનાથિલકાને "સિડની સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને તેની પર સંમતિ વિના જાતીય સંભોગના ચાર વિવિધ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શ્રીલંકાના નાગરિકને AVL મારફત પેરામાટ્ટા બેઇલ કોર્ટમાં હાજર થવા માટે જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.”

    SLCના નિવેદનમાં કહેવામાં આવ્યું છે: “શ્રીલંકા ક્રિકેટ પુષ્ટિ કરે છે કે ICC દ્વારા તેને સૂચિત કરવામાં આવ્યું છે કે ખેલાડી દાનુષ્કા ગુનાથિલકાની સિડનીમાં એક મહિલાના જાતીય શોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને ગુનાથિલકા આવતીકાલે એટલે કે 7 નવેમ્બરે કોર્ટમાં હાજર થવાના છે."

    આ પણ વાંચો: કોન્ડમનો ઉપયોગ પણ ન કર્યો, જબરદસ્તી ગળું દબાવી ક્રિકેટરે આચર્યુ દુષ્કર્મ

    SLC નિવેદનમાં જણાવાયું છે કે, "કોર્ટમાં કાર્યવાહીને બારીકીથી જોવામાં આવશે અને ICC સાથે પરામર્શ કરીને ઝડપથી આ મામલે સંપૂર્ણ તપાસ શરૂ કરાશે અને જો ખેલાડી દોષિત ઠરશે તો તેની સામે કડક પગલાં લેવાશે."

    આ પણ વાંચો: ગુજરાતી યુવા ક્રિકેટરે ફટકારી બેવડી સદી! સચિન અને સહેવાગના લિસ્ટમાં ઉમેરાયું નામ

    T20 વર્લ્ડ કપમાં ગુનાથિલકાનો દેખાવ

    તેણે માત્ર એક જ મેચ રમી હતી — ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે 16 ઓક્ટોબરે રાઉન્ડ 1માં નામિબિયા સામે. તે મેચમાં પ્રથમ બોલે શૂન્ય પર આઉટ થયો, જેને નામિબિયાએ 55 રનથી જીતી હતી. ત્યાર બાદ તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તે ટુર્નામેન્ટમાં આગળ રમી શક્યો ન હતો, પરંતુ ટીમ સાથે રહ્યો હતો.



    ગુણાથિલાકાની ESPNCricinfo પ્રોફાઇલ તેમને "“poised, attacking left-handed opener” અને “strong square of the wicket, particularly on the off side” તરીકે વર્ણવે છે. તે જમણા હાથનો ઓફ-બ્રેક બોલર પણ છે, તેમ આ પ્રોફાઇલ કહે છે. તેમજ તેના આદર્શ તરીકે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાની પ્રશંસા કરે છે. ગુનાથિલકાએ નવેમ્બર 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા પછી શ્રીલંકા માટે આઠ ટેસ્ટ મેચ, 47 વનડે અને 46 ટી20 રમી છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन