Home /News /sport /કોન્ડમનો ઉપયોગ પણ ન કર્યો, જબરદસ્તી ગળું દબાવી ક્રિકેટરે આચર્યુ દુષ્કર્મ

કોન્ડમનો ઉપયોગ પણ ન કર્યો, જબરદસ્તી ગળું દબાવી ક્રિકેટરે આચર્યુ દુષ્કર્મ

ગુણાથીલકા પર દુષ્કર્મના આરોપ

Danushka Gunathilaka Rape Case: શ્રીલંકન ક્રિકેટર પર દુષ્કર્મનાં આરોપ બાદ હવે ગંભીર આક્ષેપો લાગ્યા છે કે તેણે મહિલાનું ગળું દબાવી નોરોધનો ઉપયોગ કર્યા વગર જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું.

    શ્રીલંકાના બેટ્સમેન દનુષ્કા ગુણાથિલકા (Danushka Gunathilaka)ની મુશ્કેલીઓ વધી રહી છે. હવે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં યૌન શોષણ (rape) કરતી વખતે તેણે મહિલાનું ગંભીર રીતે ગળું દબાવી દીધું હતું. બાદમાં મહિલાને મુશ્કેલી પડી, જેના માટે તેણે તપાસ પણ કરાવી. T20 વર્લ્ડ કપ-2022 દરમિયાન, દનુષ્કાની સિડનીની ટીમ હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

    મહિલાનું નિવેદન

    ઓસ્ટ્રેલિયામાં મહિલાનું બળાત્કાર કરતી વખતે તેણે તેનું ગળું દબાવી દીધું હતું અને ખુબ જ હિંસક રીતે તેની સાથે વર્તાવ કર્યો હતો. જે મામલે મહિલાએ તેના પર બળાત્કારનો કેસ કર્યો હતો.

    મગજનું સ્કેન કરાવવું પડ્યું

    ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, શ્રીલંકાના બેટ્સમેન દનુષ્કા ગુણાથિલકા (Danushka Gunathilaka)એ મહિલાનું ગળું એટલી ખરાબ રીતે દબાવ્યું કે તેનું મગજ સ્કેન કરાવવું પડ્યું. જાતીય સતામણીના આરોપો બાદ ગુણાથિલકાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જાતીય શોષણના આરોપો બાદ ગયા રવિવારે સિડનીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ માટે નેશનલ ટીમ સાથે હતો, પરંતુ ઈજાના કારણે તે મેગા ઈવેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

    જીવ ગુમાવવાનો હતો ડર

    સિડનીની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, દનુષ્કાએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. બુધવારે સાર્વજનિક કરાયેલા દસ્તાવેજો અનુસાર, મહિલાએ પોલીસને જણાવ્યું કે 31 વર્ષીય ખેલાડી ગુણાથિલકા સાથેની તેની મુલાકાત એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ જેમાં તેણીને તેના જીવનો ડર હતો. સીલ વગરના કોર્ટના દસ્તાવેજોને ટાંકીને બુધવારે સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે મહિલાએ દાનુષ્કા પર ઓસ્ટ્રેલિયામાં ઘણી વખત તેની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો, કે એક સમયે ગુણાથિલકાએ એનું ગળું દબાવીને એટલું જોર કર્યું હતું કે તેણીને જીવ ગુમાવવાનો ડર લાગવા માંડ્યો હતો.



    આ પણ વાંચો: દુષ્કર્મના આરોપમાં ધરપકડ બાદ શ્રીલંકન ક્રિકેટરને બોર્ડે કર્યો સસ્પેન્ડ, ઓસ્ટ્રેલીયામાં જામીન પણ ન મળ્યા

    સંમતિ વિના

    ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટમાં પોલીસ દસ્તાવેજોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ફરિયાદી મહિલાએ બળાત્કાર દરમિયાન આરોપી ક્રિકેટરના હાથનું કાંડું પકડીને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ તેનું ગળું બળપૂર્વક દબાવ્યું. ફરિયાદી તેના જીવન માટે લડી રહી હતી. તેણીએ સતત આરોપીઓથી દૂર જવાનો પ્રયાસ કર્યો, જે સ્પષ્ટ સંકેત છે કે તે આ માટે રાજી હતી નહીં તેની સમતી હતી નહીં. કેસની આગામી સુનાવણી 12 જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવી છે.

    ડેટિંગ એપથી મુલાકાત થઈ હતી

    ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એક ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા દનુષ્કા અને મહિલા વચ્ચે ઘણા દિવસો સુધી વાતચીત થઈ હતી. બાદમાં મહિલા પુરુષને મળી હતી. આરોપ છે કે તેણે 2 નવેમ્બર, 2022ના રોજ સાંજે તેનું જાતીય શોષણ કર્યું હતું. તપાસના ભાગરૂપે ગુનાના સ્થળની તપાસ કરવામાં આવી છે. રોઝ બેમાં એક સરનામે નિષ્ણાંત પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ સિડનીમાં સસેક્સ સ્ટ્રીટ પરની એક હોટલમાંથી 31 વર્ષીય ક્રિકેટરની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket New in Gujarati, India vs england, IndVsEng

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन