Home /News /sport /ઔરંગાબાદના બાશા પરીવારે કરી દીધા સૌને દંગ, માતા-પિતા અને પુત્રએ એક જ સ્પર્ધામાં જીત્યા મેડલ્સ
ઔરંગાબાદના બાશા પરીવારે કરી દીધા સૌને દંગ, માતા-પિતા અને પુત્રએ એક જ સ્પર્ધામાં જીત્યા મેડલ્સ
પિતા, પુત્ર અને માતાએ કરી દીધા સૌને દંગ
મહારાષ્ટ્રના જલગાંવ શહેરમાં યોજાયેલી બીજી ખાનદેશ સ્વિમિંગ સ્પર્ધામાં બાશા પરિવારે મેડલ જીત્યા હતા. મદન બાશા, તેમની પત્ની મીરા બાશા અને તેમના પુત્ર વ્રજ બાશાએ આ ઇવેન્ટમાં છ મેડલ મેળવ્યા હતા.
મહારાષ્ટ્ર: બાળકને જ્યારે પરીવાર અને માતાપિતાનો સહકાર મળે છે, ત્યારે તે ફૂલની માફક સોળેકલાએ ખીલી અને પોતાની સુંગધ પ્રસરાવી શકે છે. તેવી જ રીતે અન્ય કોઇ ક્ષેત્રની જેમ બાળકને રમતગમત ક્ષેત્ર (Sports Field) માટે પણ ઘરેથી મજબૂત સપોર્ટની જરૂર હોય છે. તેથી જ ઘરેથી મળતો સપોર્ટ એ એથ્લેટ્સની સફળતામાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. રમત-ગમતના ઇતિહાસમાં રમતવીરો તેમના માતાપિતાની તાલીમ હેઠળ ટુર્નામેન્ટ્સ જીત્યા હોય તેવા ઘણા ઉદાહરણો છે. પરંતુ, એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા કોઈ સ્પર્ધામાં મેડલ જીતવાના કિસ્સાઓ (three members of the same family to win medals) ખૂબ જ દુર્લભ છે. આ આશ્ચર્યજનક જીત ઔરંગાબાદના બાશા પરિવારે (Basha Family of Aurangabad) દ્વારા નોંધાવી છે, જેણે આ દુર્લભ સિદ્ધિ હાંસલ કરી છે.
તાજેતરમાં જલગાંવમાં યોજાયેલી બીજી ખાનદેશ સ્વિમિંગ સ્પર્ધા (Khandesh swimming competition)માં બાશા પરિવારના ત્રણ સભ્યોએ મેડલ્સ જીત્યા છે. આ ઈવેન્ટમાં પતિ-પત્ની મદન બાશા અને મીરા બાશા અને તેમના પુત્ર વ્રજ બાશાએ મેડલ જીત્યા (Husband-Wife & Son won Medals) છે. આ ઉપરાંત બાશા પરિવારે મળીને 6 મેડલ મેળવ્યા છે. આ પરિવારની નોંધપાત્ર સફળતા ઔરંગાબાદમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
બાશા પરિવાર ઔરંગાબાદ શહેરના સુપારી હનુમાન મંદિર વિસ્તારના ખારાકુવા વિસ્તારમાં રહે છે. મદન બાશા એક શિક્ષક છે અને મીરા બાશા વકીલ છે. ઉલ્લેખનીય છે કે મદને 24 વર્ષની વયે મિત્રોના કહેવાથી સ્વિમિંગ શરૂ કર્યું હતું અને બાદમાં તે અનેક સ્પર્ધાઓ જીત્યા હતા. જ્યારે તેણે લગ્ન કર્યા, ત્યારે તેણે તેની પત્ની મીરાને પણ સ્વિમિંગ શીખવાડ્યું હતું. એટલું જ નહીં તેના બાળકોને પણ સ્વિમિંગના ક્લાસ આપ્યા હતા. મોબાઇલ ફોન અને ટીવીની જાળમાં ફસાયેલી હાલની યુવા પેઢી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરતાં મદને કહ્યું હતું કે, બાળકોને રમવાની ટેવ પાડવી જોઇએ.
કઇ રીતે જીત્યા મેડલ્સ?
પરિવારમાં મેડલ જીતવાની કહાની લાંબી છે. મદન બાશાએ પોતે 50-54 વય જૂથમાં 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ પછી તેણે 50 મીટર બટરફ્લાય અને 50 મીટર ફ્રિસ્ટાઈલમાં પણ ડબલ ગોલ્ડન બ્લાસ્ટ કર્યો. તેમની પત્ની મીરા બાશાએ મહિલાઓની 50-54 વર્ષની વયજૂથમાં 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક જીત્યો હતો. તેવી જ રીતે તેણે બેકસ્ટ્રોકની બંને ઈવેન્ટમાં કુલ મળીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેમના પુત્ર વ્રજ બાશાએ અંડર 17 કેટેગરીમાં 50 મીટર સ્પર્ધા જીતી હતી. આ ઉપરાંત તેણે બ્રેસ્ટસ્ટ્રોક કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
નિયમિત સ્વિમિંગથી થયા અનેક ફાયદાઓ
મદન બાશાએ પોતાની વાત શેર કરતા કહ્યું કે, "હું ઔરંગાબાદ શહેરના સિદ્ધાર્થ પાર્કમાં ફરવા જતો હતો. તે સમયે મારા મિત્રોએ મને તરવાનું શીખવ્યું હતું. પાછળથી મને તરવામાં રસ જાગ્યો હતો. ત્યાર બાદ મેં પરિવારના સભ્યોને પણ સ્વિમિંગ શીખવ્યું હતું. નિયમિત સ્વિમિંગથી મને ઘણો ફાયદો થયો હતો."
જ્યારે તેની પત્ની મીરા બાશા કહે છે, "મને લગ્ન પહેલા સ્વિમિંગમાં રસ નહોતો. મારા પતિએ મને તરવાનું શીખવ્યું. લૉ પ્રેક્ટિસ કરતી વખતે તરવાની પ્રેક્ટિસ કરવી એ એક સારી કસરત છે. હું નિયમિતપણે પ્રેક્ટિસ કરું છું કારણ કે તેનાથી મને શારીરિક અને માનસિક રીતે ફાયદો થાય છે. અમને બધાને ખાતરી હતી કે આ સ્પર્ધામાં અમે ત્રણેય મેડલ જીતીશું. હું ખૂબ જ ખુશ છું કે તે સ્વપ્ન સાકાર થયું છે."
ઇન્ટરનેશનલ સ્પર્ધામાં જીતવા ઇચ્છે છે મેડલ
તેમનો દીકરો વ્રજ કહે છે, "અમે નિયમિત પણે સ્વિમિંગ કરવા જઈએ છીએ. જો નિયમિત પ્રેક્ટિસ કરવાથી કોઈને કંટાળો આવે છે, તો ઘરનો બીજો સભ્ય તેને પ્રેક્ટિસ ચાલુ રાખવા મોટિવેટ કરે છે. એટલે પ્રેક્ટિસ કોઇ પણ અવરોધ વિના ચાલુ રહે છે. મને ખુશી છે કે જલગાંવમાં યોજાયેલી સ્પર્ધામાં અમે ત્રણેય મેડલ્સ જીત્યા. અમારું ભવિષ્યનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ્સ મેળવવાનું છે."
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર