‘સ્ટેન-ગન’ની ફાયરિંગમાં છે ભારત માટે વર્લ્ડ કપમાં સફળતાનું રહસ્ય

News18 Gujarati
Updated: April 22, 2019, 10:21 PM IST
‘સ્ટેન-ગન’ની ફાયરિંગમાં છે ભારત માટે વર્લ્ડ કપમાં સફળતાનું રહસ્ય
ટીમ ઇન્ડિયાને જોઈને સમજી શકાય કે જો વર્લ્ડ કપ જીત્યા તો તેમાં બોલિંગ આક્રમણનો સૌથી મોટો રોલ હશે

ટીમ ઇન્ડિયાને જોઈને સમજી શકાય કે જો વર્લ્ડ કપ જીત્યા તો તેમાં બોલિંગ આક્રમણનો સૌથી મોટો રોલ હશે

  • Share this:
વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી થઈ તો સૌથી પહેલી નજર એ ખેલાડીઓ ઉપર જેમના કારણે વર્લ્ડ કપ જીતી શકાય છે. બોલિંગમાં દરેક બોલર મેચ જીતાડવાની ક્ષમતા રાખે છે. ટીમ ઇન્ડિયાને જોઈને સમજી શકાય કે જો વર્લ્ડ કપ જીત્યા તો તેમાં બોલિંગ આક્રમણનો સૌથી મોટો રોલ હશે. છેલ્લા કેટલાક વર્ષોથી જે સફળતા ભારતીય ટીમે મેળવી છે તેમાં બોલિંગ આક્રમણનો મોટો હાથ છે. તે પછી ફાસ્ટ બોલર હોય કે સ્પિન બોલર.

બોલરો ક્યારે બેટ્સમેનોની જેમ લાઇમલાઇટમાં રહેતા નથી. આ સફળતા કોઈ એક બોલરની નથી પણ આખા દળની છે. જેથી તેમના વિશે તેટલી વાત નથી થઈ જેટલી થવી જોઈએ.

સારા બોલરનો મતલબ શું છે તે આરસીબીને પુછો. તેની સાથે ડેલ સ્ટેઈન જોડાયો તો અચાનક ટીમ બદલી-બદલી જોવા મળી રહી છે. સતત પરાજય પછી છેલ્લી બે મેચમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમે જીત મેળવી છે. આ બંને જીતમાં બોલિંગ આક્રમણની શરુઆત મહત્વની વાત રહી છે.બોલિંગ આક્રમણમાં ડેલ સ્ટેઈને આવવાથી ફરક જોવા મળે છે.

આ પણ વાંચો - IPLનો સ્ટાર ખેલાડી હવે છે બહાર, લગ્ન પહેલા ડાયરેક્ટર પત્નીને કરતો હતો ડેટ

પહેલા કેકેઆર સામેની મેચમાં સ્ટેઈને ક્રિસ લિનને શરુઆતમાં આઉટ કરીને હરીફ ટીમ પર દબાણ બનાવ્યું હતું. આ પછી ચેન્નાઈ સામે શરુઆતમાં શેન વોટ્સન અને રૈનાને આઉટ કરી દબાણ બનાવ્યું હતું.

સ્ટેઈન થોડો દિવસો પહેલા જ આરસીબી સાથે જોડાયો છે. તેનો નાથન કૂલ્ટર નાઇલના સ્થાને સમાવેશ કરાયો છે. સ્ટેઈનનું ઉદાહરણ બતાવે છે કે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના બોલરોએ યોગ્ય રીતે પોતાનું કામ કર્યું તો બધુ જ શક્ય બની શકે છે. ટીમ પાસે એવા બોલરો છે, જે પોતાના દમ ઉપર મેચ જિતાડી શકે છે. પછી તે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ કે ચહલ. આ ચાલશે તો ટીમ ચાલશે. આઈપીએલમાં સ્ટેઈનની કમાલ આ તરફ ઇશારો કરે છે.
First published: April 22, 2019, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading