દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ એસોસિયેશનને જાણકારી આપી કે સ્ટેઈને તાત્કાલિક પ્રભાવથી ટેસ્ટ ક્રિકેટ છોડી દીધી

News18 Gujarati
Updated: August 5, 2019, 9:16 PM IST
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
News18 Gujarati
Updated: August 5, 2019, 9:16 PM IST
દક્ષિણ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ એસોસિયેશનને જાણકારી આપી હતી કે સ્ટેઈને તાત્કાલિક પ્રભાવથી ટેસ્ટ ક્રિકેટ છોડી દીધી છે. નિવેદનમાં કહેવાયું છે કે ડેલ સ્ટેઈને લાલ બોલના ક્રિકેટમાંથી તાત્કાલિક પ્રભાવથી નિવૃત્તિની જાહેરાત કરી આધુનિક જગતના ફાસ્ટ બોલરોમાંથી એકે કારકિર્દી પર વિરામ લગાવી દીધું છે. સ્ટેઈનને રવિવારે દક્ષિણ આફ્રિકા ક્રિકેટના ‘સ્ટ્રીટવાઇસ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા તરફથી ટેસ્ટમાં સૌથી વધારે 439 વિકેટ ઝડપી છે.

સ્ટેઈન આ સિઝનમાં દક્ષિણ આફ્રિકા તરફથી વન-ડે અને ટી-20 ક્રિકેટ રમતો રહેશે. જેથી તે ઇન્ડિયા પ્રવાસમાં વન-ડે મેચ રમે તેવી સંભાવના છે. સ્ટેઈને ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને મોકલાવેલ લેટરમાં કહ્યું હતું કે આજે હું ક્રિકેટના તે ફોર્મેટમાંથી અલગ થઈ રહ્યો છું જેને સૌથી વધારે પ્રેમ કર્યો છે. મારો મત છે કે ટેસ્ટ ક્રિકેટ શાનદાર ફોર્મેટ છે. આ તમારી માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે પરીક્ષા લેશે.

સ્ટેઈન છેલ્લા એક વર્ષથી ઇજાથી ઝઝુમી રહ્યો હતો. આ કારણે વર્લ્ડ કપ 2019માંથી પણ બહાર થઈ ગયો હતો. સ્ટેઈન દુનિયાનો એકમાત્ર એવો બોલર છે જેણે 9 ટેસ્ટ રમનાર દેશ સામે એક ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી છે.
First published: August 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...