Home /News /sport /IND vs PAK: ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને છેલ્લા બોલ પર હરાવ્યું, ભારતમાં એક દિવસ પહેલા દિવાળી

IND vs PAK: ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને છેલ્લા બોલ પર હરાવ્યું, ભારતમાં એક દિવસ પહેલા દિવાળી

ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત.

India vs Pakistan ટીમ ઈન્ડિયા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામેની મેચ સાથે તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતેને પાકિસ્તાનને બેટિંગ માટે આપમંત્ર આપી દીધું છે.

T20 World Cup 2022: વિરાટ કોહલીએ ઐતિહાસિક ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને હારેલી બાજી જીતાડી દીધી છે. વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રનની ઐતિહાસક ઇનિંગ રમીને ટી-20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવી છે.

ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. 31 રને જ ચાર વિકેટ પડી ગઈ હતી. પરંતુ તે પછી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ઇનિંગને સંભાળી હતી. જોકે, મેચને જીતવા ઓછા બોલમાં વધારે રન બનાવવાના છે. તે છતાં વિરાટ કોહલીએ મેચને છોડી નહતી અને આક્રમક બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

પાવર પ્લેમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટના નુકશાને 31 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર આવવા માટે પાર્ટનરશીપની જરૂરત છે.

ખેલાડી                        રન                     વિકેટ

કેએલ રાહુલ                    04                     નશીમ
રોહિત શર્મા                    04                     રઉફ
સૂર્યકુમાર                      15                     રઉફ
અક્ષર પટેલ                  02                     રન આઉટ

પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 159 રન બનાવી લીધા છે.   પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી.  અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયાને ઇનિંગની શરૂઆતમાં બાબર અને રિઝવાનના રૂપમાં બે મોટી સફળતાઓ અપાવી હતી. જોકે, તે છતાં શાન મસૂદ અને ઇફ્તિકારની અર્ધશતકીય ઇનિંગે પાકિસ્તાનનો સ્કોર સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી દીધો હતો. ઇફ્તિકાર 34 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે શાન મસૂદ 42 બોલમાં 52 રનની ઇનિંગ રમીને અણનમ રહ્યો હતો.

ભારત તરફથી હાર્દિક પંડ્યા અને અર્શદીપે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત શમી-ભૂવીને એક-એક વિકેટ મળી હતી. અક્ષર પટેલે એક જ ઓવર નાંખી હતી પરંતુ તે ખુબ જ મોંઘો સાબિત રહ્યો હતો. અક્ષરે એક ઓવરમાં 21 રન આપ્યા હતા.

કોમેન્ટ્રી

હાર્દિક પંડ્યાએ પોતાની ચાર ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ચટકાવી હતી. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન ટીમને પ્રેશરમાં લાવી દીધી છે.

ખતરનાક બની ગયેલ ઇફ્તિકાર ખાન શમીની તેરમી ઓવરમાં 51 રન બનાવીને એલબી ડબ્લ્યુ આઉટ થઇ ગયો હતો. હાર્દિક 14મી ઓવર લઇને આવ્યો હતો. આ ઓવરમાં ટીમ ઈન્ડિયાને બે વિકેટ મળી હતી. શાબાદ અને હૈદર અલીને હાર્દિકે પેવેલિયન મોકલ્યા હતા.

બારમી ઓવરમાં ઇફ્તિકારે અક્ષરની બારમી ઓવરથી વિસ્ફોટક બેટિંગ શરૂ કરી હતી. બારમી ઓવરમાં ઇફ્તિકારે ત્રણ સિક્સ ફટકારી હતી.

ભારત તરફથી 11મી ઓવર અશ્વન લઇને આવ્યો હતો. આ ઓવરમાં પાકિસ્તાન તરફથી પ્રથમ સિક્સ ઇફ્તિકાર તરફતી મારવામાં આવી હતી.

દસ ઓવર બાદ પાકિસ્તાન ટીમે 6  રન પ્રતિ ઓવરના રનરેટથી સ્કોર બનાવ્યો છે.  ભારત તરફથી શમી સાતમી ઓવર લઈને આવ્યો હતો. તે ઓવરમાં શાન સમૂદને જીવનદાન મળ્યું હતું.

પાકિસ્તાનના બે વિકેટ સસ્તામાં પડી જતાં પાવર પ્લેમાં માત્ર 32 રન જ બનાવી શક્યું હતું. જોકે, ઇફ્તિકાર અને શાન મસૂદે ઇનિંગને સંભાળી લીધી છે. પરંતુ રનરેટ એકદમ ધીમું ચાલું રહ્યું છે.

બોલર              ઓવર            રન

ભૂવી                     4              22
અર્શદીપ                  4              32
શમી                     4                25
હાર્દિક                    4                30
અશ્વિન                   3                23
અક્ષર                    1               21

ખેલાડી                   રન                  બોલર

બાબર                   00                અર્શદીપ
રિઝવાન                  04                અર્શદીપ
ઇફ્તિકાર                51                  શમી
શાદાબ                  05                  હાર્દિક
હૈદર અલી                02                  હાર્દિક
નવાજ                    09                  હાર્દિક
આશિફ અલી          02                  અર્શદીપ
આફ્રિદી                  16                   ભૂવી

બીજી ઓવરના પ્રથમ બોલમાં જ અર્શદીપે બાબર આઝમને એલબી આઉટ કરીને પેવેલિયન ભેગો કરી નાંખ્યો છે.

એક ઓવરમાં પાકિસ્તાના એક રન થયો છે. ભારત તરફથી ભૂવીએ શાનદાર બોલિંગ કરતાં બાયનો એક માત્ર રન આપ્યો હતો.

ભારત સામે પાકિસ્તાને બેટિંગ શરૂ કરી દીધી છે. બાબર આઝમ અને રિઝવાને પાક તરફથી બેટિંગની શરૂઆત કરી છે. જ્યારે ભારત તરફથી ભૂવનેશ્વર કુમારે બોલિંગની શરૂઆત કરી છે. બીજા જ બોલે ભૂવીના બોલથી રિઝવાન ઇજાગ્રસ્ત થયો.

India vs Pakistan ટીમ ઈન્ડિયા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામેની મેચ સાથે તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતેને પાકિસ્તાનને બેટિંગ માટે આપમંત્ર આપી દીધું છે.

કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચ માટે રવિવારે મેલબોર્ન પહોંચેલી ભારતીય ટીમનું 'મેન ઇન બ્લુ' જર્સી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હિગસન લેન મેલબોર્ન ખાતે કેટલાક શ્રેષ્ઠ ભીંતચિત્ર કલાકારો સાથે આ શહેર રંગોથી ભરેલું છે અને જેનાથી શેરીઓ તો એવી લાગે છે જાણે આ ભારતીય ક્રિકેટરનું ઘર હોય

શહેરના વહીવટીતંત્રે વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા ભારતીય સ્ટાર્સના સુંદર ભીંતચિત્રોનો વિડિયો પોસ્ટ કર્યો, જેમાં ઘણા કારીગરો તેમના પેઇન્ટ બ્રશ અને રંગોની શ્રેણી સાથે અંતિમ રુપ આપી રહ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: જમીનનો ટૂકડો લેવા ગયેલી ગરીબ મહિલા સાથે મંત્રીએ કર્યું એવું વર્તન

શહેરના વહીવટીતંત્રે કોહલી, શર્મા અને પંડ્યાને ફોટોશૂટ અને કોફી ટોક માટે પણ આમંત્રણ આપ્યું છે. પરંતુ તે અસંભવિત છે કે, ભારતીય સ્ટાર્સ મેલબોર્ન ક્રિકેટ ગ્રૉંગ (MCG) ખાતે પાકિસ્તાન સામેની બ્લોકબસ્ટર મેચ પહેલાં કોઈપણ સમયે તેમની વિશાળ કદના ભીતચિત્ર જોઈ શકશે, જ્યાં 100,000 થી વધુ દર્શકોને કટ્ટર પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની સુપર 12 મેચ જોવાની અપેક્ષા છે.

દિવાળીમાં જે રીતે ઘરોમાં રંગોળી બનાવવામાં આવે છે તે જ રીતે કલાકારો શેરીની ઉંચી દિવાલો પર ભીતચિત્ર બનાવતા જોવા મળ્યા હતા. પાકિસ્તાનને 'મ્યુરલ' રિસેપ્શન નથી મળી રહ્યું, એક ચાહકે ટ્વિટ કર્યું, 'કૃપા કરીને મનની શાંતિ માટે PCB (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)નું પણ સ્વાગત કરો.'
First published:

Tags: Cricket New in Gujarati, India Vs Pakistan, T20 World Cup 2022, Virat kohli record