Home /News /sport /

CWG 2022: પીવી સિંધૂએ ગોલ્ડ મેડલ જીત્યો, ફાઇનલમાં કેનેડાની ખેલાડીને હરાવી

CWG 2022: પીવી સિંધૂએ ગોલ્ડ મેડલ જીત્યો, ફાઇનલમાં કેનેડાની ખેલાડીને હરાવી

બેડમિન્ટન પ્લેયર પીવી સિંધૂએ (PV Sindhu)કોમનવેલ્થ ગેમ્સ-2022માં (CWG 2022) ગોલ્ડ મેડલ (Gold Medal)જીત્યો

PV Sindhu Win Gold Medal - પીવી સિંધૂનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પાંચમો મેડલ, વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં સિંધૂએ કેનેડાની મિશેલ લી ને 21-15, 21-13થી હરાવી

    બર્મિંઘમ : ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધૂએ (PV Sindhu)કોમનવેલ્થ ગેમ્સ-2022માં (CWG 2022) શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ (Gold Medal)જીત્યો છે. વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં સિંધૂએ (PV Sindhu Win Gold Medal) કેનેડાની મિશેલ લી ને 21-15, 21-13થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. પીવી સિંધૂએ પ્રથમ સેટ આસાનીથી 21-15થી જીતી લીધો છે. બીજા સેટમાં પણ સિંધૂએ લય જાળવી રાખતા આસાનીથી હરીફને હરાવી હતી.

    મિશેલ વી એ જ ખેલાડી છે જેણે 2014 ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં સેમિ ફાઇનલમાં પીવી સિંધૂને હરાવી હતી. આમ સિંધૂએ 8 વર્ષ પછી આ પરાજયનો બદલો લીધો છે. સિંધૂએ ફાઇનલ મુકાબલો 48 મિનિટમાં જીત્યો હતો.

    સિંધૂનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પાંચમો મેડલ


    પીવી સિંધૂનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પાંચમો મેડલ છે. સિંધૂ સિંગલ્સમાં પ્રથમ વખત ગોલ્ડ જીતવા સફળ રહી છે. તેણે ગોલ્ડ કોસ્ટ 2018માં મિક્સ ટીમ સાથે ગોલ્ડ મેડલ અને વિમેન્સ સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પહેલા ગ્લોસગો 2014 ગેમ્સમાં મિક્સ ટીમમાં સિલ્વર અને સિંગલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો.

    આ પણ વાંચો - ચક દે ઇન્ડિયા : ભારતે એક દિવસમાં જીત્યા 15 મેડલ

    મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને


    મેડલ ટેલીની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી સૌથી વધારે 174 મેડલ જીત્યા છે. જેમાં 66 ગોલ્ડ, 55 સિલ્વર અને 53 બ્રોન્ઝ જીત્યા છે. બીજા સ્થાને રહેલા ઇંગ્લેન્ડે 55 ગોલ્ડ, 60 સિલ્વર અને 52 બ્રોન્ઝ સાથે 167 મેડલ જીત્યા છે. કેનેડા 26 ગોલ્ડ, 32 સિલ્વર અને 34 બ્રોન્ઝ સાથે 92 મેડલ જીતી ત્રીજા સ્થાને છે. ભારત 19 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ સાથે 56 મેડલ જીતી ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ 19 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ સાથે 48 મેડલ જીતી પાંચમાં સ્થાને છે.

    16 વર્ષ પછી ભારતીય મહિલા હોકી ટીમ મેડલ જીત્યો


    ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય મહિલા હોકી ટીમનો કોમનવેલ્થના ઇતિહાસમાં ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતે 2002માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે 2006માં સિલ્વર મેડલ જીત્યો હતો. 16 વર્ષ પછી ભારતીય મહિલા હોકી ટીમ મેડલ જીતવા સફળ રહી છે.

    સમાપન સમારોહમાં શરત કમલ અને  ઝરીન ધ્વજવાહક


    સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ અને વિશ્વ ચેમ્પિયન બોક્સર નિકહત ઝરીન કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક બનશે
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Commonwealth Games, CWG, PV Sindhu

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन