નવી દિલ્હી: ભારતીય મહિલા લોન બોલ્સ (lawn bowls) ટીમે મંગળવારે મહિલા ફોર્સ (lawn bowls woman team)ઇવેન્ટની ફાઇનલમાં દક્ષિણ આફ્રીકાને 17-10થી હરાવીને કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ (gold medal) મેળવ્યો છે. ભારતીય ટીમ પ્રથમ વખતે કોમનવેલ્થ ગેમ્સ (commonwealth games)માં મહિલા ફોર્સ ફોર્મેટની ફાઇનલમાં પહોંચી હતી અને ગોલ્ડ જીતવામાં સફળ રહી છે. લવલી ચોબે, પિંકી, નયનમોની સેકિયા અને રૂપા રાની ટિર્કીની ભારતીય મહિલા ફોર્સ ટીમે દક્ષિણ આફ્રીકાને હરાવ્યું છે.
એક સમયે ભારતીય ટીમ 8-2થી આગળ હતી, પરંતુ થોબેલો મુહાંગો (લીડ), બ્રિગેટ કાલિત્ઝ (સેકન્ડ), એસ્મી ક્રગર (થર્ડ) અને જોહાના સ્નીમેન (સ્કિપ)એ 8-8થી બરાબરી કરી હતી. ભારતીય ખેલાડીઓ ધૈર્ય સાથે છેલ્લા ત્રણ રાઉન્ડ જીત્યા હતા.
આ પહેલા મહિલા ટ્રિપલમાં ભારતીય ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ન્યૂઝીલેન્ડને 15-11થી હરાવી હતી. ભારતની તાનિયા ચૌધરી (લીડ), પિંકી (સેકન્ડ) અને રૂપા રાની ટિર્કી (સ્કિપ) કીવી ટીમથી શ્રેષ્ઠ સાબિત થઇ હતી. છઠ્ઠા અંત પછી ભારત 6-2થી આગળ હતું, પરંતુ ન્યૂઝીલેન્ડે નવમાં અંત બાદ સ્કોર બરાબર કર્યો હતો. ભારતીય ટીમે સામેની ટીમને વાપસીનો મોકો આપ્યો નહીં અને મુકાબલો જીતવામાં સફળ રહી હતી.
ભારતને મળ્યો 10મો મેડલ
અત્યાર સુધી ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં 10 મેડલ મળ્યા છે. ભારતને ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે.