મહિલા વેટલિફ્ટર સંજીતા ચાનૂએ 21માં કોમનવેલ્થ રમતોના બીજા દિવસે ભારતે બીજો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. સંગીતાએ પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર મહિલાઓની 53 કિલોગ્રામ કેટેગરીમાં ભારતને વધુ એક સુવર્ણ પદક જીતાડ્યું છે. ચાનૂએ સ્નેચમાં 84 કિલોગ્રામની કેટેગરીમાં કોમન વેલ્થ ગેમ્સમાં રેકોર્ડ બનાવ્યો છે. ક્લીન અને જર્કમાં તેમણે 108 કિલોગ્રામનો ભાર ઉપાડ્યો અને 192ના કૂલ સ્કોર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલ 21મી કોમનવેલ્થ ગેમના પહેલા જ દિવસે ભારતને વેટલિફ્ટિંગમાં બે મેડલ મળ્યા. પહેલાં દિવસે ભારતની મીરાબાઈ ચાનુએ ભારતને પહેલો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. આ ઉપરાંત પુરુષ કેટેગરીમાં ભારતના ગુરૂરાજાએ સિલ્વર મેડલ જીત્યો હતો. તેની સાથે જ ભારતને ત્રણ મેડલ મળ્યા છે.
Twice is always a charm!
What a great start to this morning. Congratulations Khumukcham Sanjita Chanu on keeping up your excellent track record of being awinner at #CWG! After a Gold in Glasgow in 2014, a Gold in weightlifting at #CWG2018 as well! Very proud! #SanjitaChanupic.twitter.com/KpLGR2GSfN
પહેલા પણ મેળવ્યો છે ગોલ્ડ મેડલ
સંજીતાએ ચાર વર્ષ પહેલા ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો દમદાર સફર શરૂ કર્યો હતો. ત્યારે 20 વર્ષની સંજીતા ચાનૂએ બધાને ચોંકાવતા દેશને ગોલ્ડ મેડલ આપાવ્યો હતો. આ પહેલા 2014 ગ્લાસ્ગો કોમનવેલ્થ રમતમાં સંજીતાએ 42 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.