કોમનવેલ્થ ગેમ્સ 2018ની ધામાકેદાર શરૂઆત, સિંધુએ કરી ભારતની આગેવાની

  • Share this:
    કોમનવેલ્થ ગેમ્સ 2018ની ધમાકેદાર શરૂઆત ગોલ્ડ કોસ્ટમાં થઈ ગઈ છે. ક્વીસલેંડના શહેર ગોલ્ડ કોસ્ટમાં આયોજિત કરવામાં આવેલ કોમન વેલ્થ ગેમ્સના ઉદ્ધાટન સમારોહની થીમનું નામ હેલો અર્થ રાખવામાં આવ્યું હતું. ગેમ્સનું ઉદ્ધાટન વાદળી રંગની આતશબાજીથી કરવામાં આવ્યું.

    ભારતીય સમય અનુસાર, બપોરે 3.30 કલાકે ઓપનિંગ સેરેમની શરૂ થઈ. સેરેમની શરૂ થતાં જ વરસાદ પમ શરૂ થયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના સિંગ ક્રિસ્ટીન અનૂએ પર્ફોમન્સ આપ્યું હતું. ક્રિસ્ટીનને 2000 ઓલિમ્પિક્સ બાદ લાઈવ પર્ફોમન્સ આપ્યું છે. ત્યારબાદ ઈંગ્લેન્ડના પ્રિંસ ચાર્લ્સ અને કેમિલા પાર્કર સ્ટેજ પર આવ્યા. તેમની સાથે કોમન વેલ્થ ગેમ્સ ફેડરેશનની અધ્યક્ષ લુઈસ માર્ટિન અને ચેરમેન પીટર બેટ્ટી પણ હતા.

    સાંજે 4 કલાકે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું અને ત્યારપછી સિંગર રિકી લીએ ગોલ્ડ કોસ્ટે સમુદ્ર કિનારે ગીત ગાયું. આ કાર્યક્રમ બાદ તમામ દેશની પરેડ કરવામાં આવી, જેમાં સૌથી પહેલા સ્કોટલેન્ડનું દળ સામે આવ્યું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડ, સાઈપ્રસ, ગર્નજી, આઈસલે ઓફ મેન, જર્સી, માલ્ટા, નોર્ધન આયરલેંડ, વેલ્સ, નાઈઝીરિયા, રવાંડાના દળે પરેડ કરી હતી.

    38માં નંબર પર ભારતીય દળે પરેડ કરી હતી. ભારતની સ્ટાર શટલર પી. વી. સિંધુએ ભારતીય દળની આગેવાની કરી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે ભારત તરફથી 217 કેલાડી ભાગ લઈ રહ્યા છે, જે વિદેશમાં આયોજિત ગેમ્સમાં ભારતનું સૌથી મોટુ દળ છે. ગત વર્ષે 2014માં ગ્લાસગોમાં ભારત તરફથી 215 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું સૌથી બેસ્ટ પ્રદર્શન દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ 2010માં રહ્યું હતું. દિલ્હી કોમનવેલ્થ્સ ગેમ્સમાં ભારતે 38 ગોલ્ડ સહિત કુલ 101 પદક જીત્યા હતા.

    આ રમત પાંચમી વખત ઓસ્ટ્રેલિયામાં થઈ રહી છે. 2010માં દિલ્હીમાં 19મી ગેમ્સ થઈ. ત્યારબાદ 2014માં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થઈ. ગોલ્ડ કોસ્ટ બાદ વર્ષ 2022ની કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડના બર્મિંધમમાં થઈ હતી.
    Published by:kiran mehta
    First published: