ભારતની એમ.સી. મેરી કોમે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા બોક્સિંગમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવવા બાજુ એક પગલું આગળ વધારી મહિલાઓના 48 કિલો વર્ગમાં ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.
પુરૂષ વર્ગમાં ગૌરવ સોલંકી 52 કિલો વર્ગની સેમિફાઈનલમાં પહોંચી ગયો છે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક કાંસ્ય પદક નિજેતા મેરિકોમની આ પહેલી કોમનવેલ્થ ગેમ્સ છે. તેમણે શ્રીલંકાની અનુષા દિલરૂકશીને એકતરફી મુકાબલામાં 5.0થી હરાવી છે.
ધુરંધરોના આ મુકાબલામાં 35 વર્ષની મેરીકોમે 39 વર્ષની અનુષાને હરાવી છે. આ જીત બાદ મેરિકોમે કહ્યું કે, મારી પ્રતિદ્વંદી સારી હતી અને તે મારી ભૂલની રાહ જોઈ રહી હતી. જેથી મારે ઘણું સંભાળીને રમવું પડ્યું.
હવે મેરિકોમનો સામનો ઉત્તરી આયર્લેંડની ક્રિસ્ટીના ઓ હારા સાથે થશે. ક્રિસ્ટીના ઓ હારાએ ન્યૂઝીલેન્ડની તસ્મીન બેનીને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર