આજે સવારથી જ ભારતનું કોમનવેલ્થ ગેમ્સમાં જોરદાર પ્રદર્શન રહ્યું છે. ભારતે આજે અત્યાર સુધી 7 ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. ભારત પાસે કુલ 24 ગોલ્ડ મેડલ આવી ગયા છે.
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા કોમન વેલ્થ ગેમ્સમાં આજે દસમા દિવસેગોલ્ડની શરૂવાત મેરીકોમે કરી હતી.
ભારતની મેરિકોમે મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 45-48 કેજી કેટેગરીમાં તેણે આ પદક મેળવ્યો છે. પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી મેરી કોમનો કોમનવેલ્થમાં આ પહેલો મેડલ છે.
આજના દિવસની હેટ્રિક પછી ભારત પાસે 20 ગોલ્ડ મેડલ્સ છે.
સુમિતે 125 કેજી કેટેગરીમાં ગોલ્ડ પોતાના નામે કર્યો છે. સુમિતે પાકિસ્તાનના તૈયબ રાજાને 10-4થી હરાવીને ગોલ્ડ મેડલ માટે તેમણે નાઇજીરીયાના સિનિવી બોલ્ટિકના પડકારને પાર પાડવાનો હતો. પરંતુ સિનિવી ઇજાગ્રસ્ત હોવાને કારણે તે આ મેચ રમી ન શક્યા જેથી ભારતના સુમિતને ગોલ્ડ મેડલ મળી ગયો છે.
પાંચમો ગોલ્ડ ભાલા ફેંકમાં
ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ 86.47 મીટર થ્રો કરીને આ ગોલ્ડ મેડલ મેળવી લીધું છે. આજના દિવસમાં ભારતને 5મું ગોલ્ડ છે. હવે ભારતના 21 ગોલ્ડ મેડલ થઇ ગયા છે.
ફોગટે જીત્યો ગોલ્ડ
23 વર્ષની ભારતીય કુશ્તીબાજ વિનેશ ફોગટે મહિલાની ફ્રીસ્ટાઇલ 50 કેજી નોર્ડિઅક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
મનિકા બત્રાએ જીત્યો સાતમો ગોલ્ડ
ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સ મુકાબલામાં ભારતની મનિકા બત્રાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ફાઈનલમાં તેમણે સિંગાપોરની મેંગયૂ યૂને હરાવી દીધી છે. જેની સાથે મનિકાએ ભારતને 24મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આજનો આ સાતમો ગોલ્ડ મેડલ છે.
ભારતીય હોકી ટીમ હારી
ભારતની મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં ઇન્ગલેન્ડથી 0-6થી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની પુરુષ હોકી ટીમ પણ બ્રોન્ઝ મેડલ મેચ માટે ઇન્ગલેન્ડ સામે મેદાનમાં ઉતરશે.
કાલે ભારતના પુરુષ પહેલવાન બજરંગ પુનિયાએ ઉત્તમ દેખાવ કરતા 21માં કોમનવેલ્થ રમતના 9માં દિવસે ભારતને 17મો ગોલ્ડ અપાવ્યો હતો. બજરંગે પુરુષોના 65 કિલોગ્રામની ઇવેન્ટની ફાઇનલમાં વેલ્સના કેન ચારિગને હાર આપી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેનો પ્રથમ સુવર્ણ ચંદ્રક છે.
ગોલ્ડન શુક્રવાર
આ પહેલા શુક્રવારે તેજસ્વિની સાવંતે 50 મીટર રાઇફલ થ્રી પિસ્ટલમાં ભારતને 15મો ગોલ્ડ અપાવ્યો હતો. તેજસ્વિની પછી ભારતના 15 વર્ષના શૂટર અનીશ ભાનવાલાએ પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં 16મો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર