Commonwealth Games 2018: બેડમિંટનમાં ભારતે કર્યા સ્કોટલેંડના સૂપડાસાફ

  • Share this:
    ભારતીય બેડમિંટન ટીમે ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે શુક્રવારે મિક્સ્ડ ટીમ વર્ગની પોતાની અંતિમ ગ્રુપ મેચમાં સ્કોટલેંડના સૂપડાસાફ કરી દીધા છે. ભારતીય ટીમે આ પહેલા શુક્રવારે આ પ્રતિયોગીતામાં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવવાની સાથે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

    સ્કોટલેંડ વિરુદ્ધ મિકસ્ડ ટીમ પ્રતિયોગિતાની પહેલી મેચ મહિલા સિંગલ વર્ગની હતી, જેમાં લંડન ઓલિમ્પિકની કાંસ્ય પદક વિજેતા સાયના નેહવાલે જૂલી મેકફરસનને સીધી ગેમમાં 21-14, 21-12થી હરાવી હતી. આ સાથે ભારતીય ટીમ 1-0થી આગળ આવી પહોંચી.

    ત્યારબાદ, પુરૂષ સિંગલ વર્ગમાં રમવામાં આવેલ મેચમાં વર્લ્ડ નંબર-2 કિંદાંબી શ્રીકાંતે સ્કોટલેંડના કિરાન મેરિલેસને સીધી ગેમમાં 21-18, 21-2થી હરાવી ભારતીય ટીમને 2-0થી આગળ લાવી દીધી. એન. સિક્કી રેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડીએ મિક્સ્ડ ડબલ્સની ત્રીજી મેચમાં સ્કોટલેંડની કસ્ટ્રી ગિલમોર અને એલેનોર ઓડોનેલની જોડીને સીધી ગેમમાં 21-8, 21-12થી હરાવી ભારતને 3-0થી આગળ લાવી દીધુ.

    ટિપ્પણીયાં મેંસ ડબલ્સની મેચમાં સાત્વિકસાઈરાજ રંક રેડ્ડી અને ચિરાગ ચંદ્રશેખરની જોડીએ પેટ્રિક મૈકહગ અને એડમ હોલની સ્કોટલેંડની જોડીને સીધી ગેમમાં 21-16, 21-19થી હરાવી. આ સાથે ભારત 4-0થી આગળ આવી ગયું.

    મેચના છેલ્લા મુકાબલામાં પ્રણવ જેરી ચોપડા અને સિક્કિએ મિશ્રિત યુગલની મેચમાં સ્કોટલેંડની માર્ટિન અને જૂલીની જોડીને 21-17, 21-15ની સીધી ગેમમાં હરાવી ભારતને 5-0થી જીત અપાવી. આ સાથે ભારતે સ્કોટલેંડના 5-0થી સૂપડા સાફ કરી દીધા.
    Published by:kiran mehta
    First published: