ગોલ્ડ કોસ્ટ: 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ મેડલ સહિત 66 પદક હાંસેલ કર્યા છે આ સાથે જ એક ખાસ ઉપલબ્ધિ પણ મેળવી છે. ગોલ્ડ કોસ્ટમાં તેનાં અભિયાનની સમાપ્તિની સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કૂલ 504 પદક જીત્યા છે. ભારતની આગળ ચાર દેશો છે જેમણે સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે.
કોમન વેલ્થ ગેમ્સમાં ઓશ્ટ્રેલિયાએ 923 ગોલ્ડ સહિત કૂલ 2416 મેડલ જીત્યા છે. ઇંગ્લેન્ડનાં ખાતામાં 714 ગોલ્ડ સહિત કૂલ 2144 મેડલ છે. જ્યારે કેનેડાએ અત્યાર સુધીમાં 484 સુવર્ણ સહિત કૂલ 1555 મેડલ જીત્યા છે. તો ભારતે 181 ગોલ્ડ સાથે 504 મેડલ્સ જીત્યા છે. ન્યૂઝીલેન્ડે કૂલ 655 મેડલ જીત્યા છે જેમાં 159 ગોલ્ડ મેડલ છે.
એટલે ભારતની સરખામણીએ ન્યૂઝીલેન્ડનાં મેડલ્સ વધુ હોવા છતાં તે પાંચમાં નંબર પર છે કારણ કે તેનાં ગોલ્ડ મેડલ ભારતની સરખામણીએ ઓછા છે.