Home /News /sport /

ICC World Cup: ...તો સેમીફાઇનલમાં ફરી ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન!

ICC World Cup: ...તો સેમીફાઇનલમાં ફરી ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન!

જો આ મુકાબલો થયો તો પાકિસ્તાની ટીમ પહેલાની તુલનામાં વધુ આક્રમક થઈને 'વિરાટ સેના' સામે ઉતરશે

જો આ મુકાબલો થયો તો પાકિસ્તાની ટીમ પહેલાની તુલનામાં વધુ આક્રમક થઈને 'વિરાટ સેના' સામે ઉતરશે

    ન્યૂઝ18 ગુજરાતી : ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ હંમેશા રોમાંચક અને હાઇવોલ્ટેજ હોય છે. જો મુકાબલો વર્લ્ડ કપની સેમીફાઇનલ હોય તો પછી આ વોલ્ટેજનો અંદાજ પણ મુશ્કેલ હોય છે. આ વર્લ્ડ કપમાં બને ટીમો એકવાર સામ-સામે થઈ ચૂકી છે, જેમાં ભારતે 89 રનથી એકતરફી જીત મેળવી છે. પરંતુ બંને ટીમો ફરી એકવાર ટકરાઈ શકે છે. વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થઈ શકે છે અને જો આ મુકાબલો થયો તો પાકિસ્તાની ટીમ પહેલાની તુલનામાં વધુ આક્રમક થઈને વિરાટ સેનાની સામે ઉતરશે.

    આવી રીતે થઈ શકે છે ભારત-પાક. મુકાબલો

    સાઉથ આફ્રિકાની વિરુદ્ધ પાકિસ્તાને જે રીતે પ્રદર્શન કર્યુ, તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટીમમાં ઘણું બદલાઈ ગયું છે અને જો તે પોતાની બાકીની મેચો પણ આ જ રીતે જીતી લે છે તો તે ગ્રુપ સ્ટેજમાં ચોથા નંબરે આવી જશે. બંને ટીમો એ સ્થિતિમાં સામ-સામે આવી શકે છે. જ્યારે પાકિસ્તાન ચોથા નંબર પર રહે અને ભારત પોતાની તમામ મેચ જીતીને ગ્રુપ ટોપર તરીકે સેમીફાઇનલમાં પ્રવેશ કરે. નિયમ મુજબ પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપરની ટીમ ચોથા નંબરની ટીમ સામે સેમીફાઇનલ રમશે. એવી જ રીતે, બીજા નંબરની ટીમ ત્રીજા નંબરની ટીમ સામે રમશે. જો એવું જાય છે તો બંને ટીમો ફરી એકવાર માનચેસ્ટરના એ જ મેદાન પર ઉતરશે, જ્યાં ભારતને પાકિસ્તાનને 16 જૂને હરાવ્યું હતું.

    આ પણ વાંચો, ઈંગ્લેન્ડના બદલે પાકિસ્તાન પહોંચશે વર્લ્ડ કપ સેમીફાઇનલમાં?

    જીતની સાથે કીવી ઉપર પર આધાર

    પાકિસ્તાનને પોતાની બાકી વધેલી ત્રણેય મેચ જીતવા ઉપરાંત ન્યૂઝીલેન્ડ ઉપર પણ નિર્ભર રહેવું પડશે. ન્યૂઝીલેન્ડના 6 મેચોમાં 11 પોઇન્ટ છે, જ્યારે પાકિસ્તાનના 6 મેચોમાં 5 પોઇન્ટ છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાં હાલ અજેય છે. કીવી ટીમનો હવે સામનો પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મુકાબલો વરસાદના કારણે નહોતો થઈ શક્યો. તેના કારણે બંને ટીમોને એક-એક પોઇન્ટ મળ્યો હતો. પાકિસ્તાનને આગામી ત્રણેય મેચ ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની વિરુદ્ધ રમવાની છે. ન્યૂઝીલેન્ડની તુલનામાં પાકિસ્તાનનો માર્ગ થોડો સરળ છે. ગ્રુપ સ્ટેજમાં જો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના પોઇન્ટ સરખા રહે છે તો સેમીફાઇનલની ચોથી ટીમ નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવશે.

    આ પણ વાંચો, વર્લ્ડ કપ 2019: નંબર ચારે કેપ્ટન વિરાટ કોહલીની ઊંઘ હરામ કરી દીધી!
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, ICC World cup, India National Cricket team, Pakistan National Cricket Team, વિરાટ કોહલી

    આગામી સમાચાર