ન્યૂઝ18 ગુજરાતી : દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકોની નજરો માનચેસ્ટરના આકાશ પર છે. આ એ જ શહેર છે જ્યાંના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વર્લ્ડ કપ 2019ના મુકાબલામાં સામ-સામે હશે. નજરો આકાશ પર એટલા માટે છે કારણ કે ઈંગ્લેન્ડમાં રમાનારા આ વર્લ્ડ કપની ચાર મેચ વરસાદના કારણે રમાઈ નથી શકી. આ ચાર મેચોમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની મેચનો પણ સમાવેશ થાય છે.
ક્રિકેટ પ્રશંસકો માટે સારા સમાચાર એ છે કે રવિવાર સવારે માનચેસ્ટરનું આકાશ બ્લૂ જોવા મળ્યું. મતલબ થોડોક ભાગ છોડી દઈએ તો મોટાભાગના સ્થળે વાદળો નજરે નથી પડતા. છેલ્લા એક-બે દિવસમાં વરસાદ પણ વધુ નથી પડ્યો. એવામાં મેજબાન ઈંગ્લેન્ડ, આઈસીસી અને પ્રશંસકો માટે તે રાહતના સમાચાર છે, જે આતૂરતાથી આ મેચની રાહ જોઈ રહ્યા છે.
રવિવાર સવારનું હવામાન જોઈએ તો એ વાતના સંકેત પણ મળી રહ્યા છે કે ભારત-પાકિસ્તાનનો આ મુકાબલો સમય પર શરૂ થઈ શકે છે. એટલે કે બપોરે અઢી વાગ્યે ટોસ થશે અને ત્રણ વાગ્યે પહેલો બોલ ફેંકાશે. જોકે, હવામાન વિભાગ મુજબ, મેચની વચ્ચે વરસાદ પોતાનો રંગ દર્શાવી શકે છે અને તેની અસર મેચ પર પડી શકે છે. તેમ છતાંય તેનાથી સારી વાત એ છે કે કમ સે કમ દર્શકોને મેચ તો જોવાની આશા ખૂબ જ વધી ગઈ છે.
મેચ તો શરૂ થઈ જશે... બે પ્રસંગે વરસાદની આશંકા
બધું બરાબર રહ્યું તો એ વાતની પૂરી શક્યતા છે કે મેચ પોતાના નિયત સમયે શરૂ થઈ જશે, પરંતુ આ મેચ પૂરી 50 ઓવરની હશે એ કહેવું ઉતાવળ ગણાશે. બ્રિટિશ હવામાન વિભાગ મુજબ, રવિવારની મેચ દરમિયાન બે અવસરે વરસાદની શક્યતા 50 ટકાથી વધુ છે. બપોરે 12થી 1 વાગ્યા અને સાંજે 5થી 7 વાગ્યાની આસપાસ વરસાદની શક્યતા 50 ટકાની છે. સતત પડી રહેલા વરસાદના કારણે શનિવારે પાકિસ્તાન તથા ભારતના પ્લેયર્સ થોડો સમય જ મેદાનમાં પ્રેક્ટિસ કરી શક્યા હતા. તેમને ઇનડોર પ્રેક્ટિસ કરીને કામ ચલાવવું પડ્યું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર