દોસ્તે માંગ્યો ભારત-પાક મેચનો પાસ, કેપ્ટન વિરાટે આપ્યો આ જવાબ

News18 Gujarati
Updated: June 16, 2019, 1:05 PM IST
દોસ્તે માંગ્યો ભારત-પાક મેચનો પાસ, કેપ્ટન વિરાટે આપ્યો આ જવાબ
કેપ્ટન વિરાટ કોહલી (ફાઇલ ફોટો)

મેચ પાસ અને ટિકિટ માટે ટીમ ઈન્ડિયાના પ્લેયર્સની પાસે પણ ઓછી ફરમાઈશો નથી આવતી

  • Share this:
વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ...જેનો અર્થ થાય છે રોમાંચની પૂરી ગેરન્ટી. દરેક આ ઐતિહાસિક મુકાબલાનું સાક્ષી બનવા માંગે છે. દરેક વ્યક્તિ આ બંને ટોમીને ક્રિકેટના મહાકુંભમાં રમતું જોવા માટે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવા માંગે છે...તેના માટે દેશ-દુનિયાના ખૂણે-ખૂણાથી લોકો ઈંગ્લેન્ડ પણ પહોંચી રહ્યા છે.

એવામાં જો કોઈની ઓળખાણ થઈ જાય અને ભારત-પાકની વચ્ચે રમાનારા મહામુકાબલા માટે પાસનો જુગાડ થઈ જાય તો કહેવું જ શું. મેચ પાસ અને ટિકિટ માટે ટીમ ઈન્ડિયાના પ્લેયર્સની પાસે પણ ઓછી ફરમાઈશો નથી આવતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ તેમાંથી બાકાત નથી રહી શક્યા. એવામાં જ્યારે આ વિશે પૂછવામાં આવે તો તેમના મનની વાત પણ સામે આવી જ ગઈ કે સિલસિલો એક વાર શરૂ થઈ જાય તો પછી ક્યારેય ખતમ નથી થતો.

વિરાટે કહ્યુ- ઘરે સારું ટીવી છે, ત્યાં જ જુઓ મેચ

પાકિસ્તાનની વિરુદ્ધ મેચ પહેલા કેપ્ટન વિરાટ કોહલી સાથે જ્યારે મેચ પાસ અને ટિકિટ લેવાને લઈ સવાલ પૂછવામાં આવ્યો તો તેઓએ કહ્યું, મારા દોસ્તોએ મને કહ્યું કે અમે આવી જઈએ તો, મેં કહ્યું કે મને ના પૂછો. આવવું હોય તો આવી જાઓ. નહીં તો ઘણા સારા-સારા ટીવી છે બધાના ઘરે, આરામથી બેસીને જુઓ.

આ પણ વાંચો, ભારત Vs પાકિસ્તાન મેચમાં આ હોઈ શકે છે Playing 11

બીજી તરફ, દોસ્ત માટે ક્રિકેટ પાસની સગવડ કરવાને લઈ કોહલીએ કહ્યું કે, ટિકિટ અને પાસ ઓર્ગેનાઇઝ કરવાનું એકવાર જ્યારે શરૂ કરી દો તો તેનો કોઈ અંત નથી, કારણ કે આ જાણકારી એકથી બે, બેથી ચાર તમામની પાસે પહોંચી જાય છે તો ચાલતી જ રહે છે.મર્યાદિત પાસ મળે છે...

વિરાટે કહ્યું કે, અમને મર્યાદિત સંખ્યામાં પાસ મળે છે, જેમાં પરિવારને પણ મેચ દર્શાવવાની હોય છે. એવામાં મને તો એ જ સારું લાથે છે કે પાસ અને ટિકિટ માટે વધુ લોકો ન આવે.

આ પણ વાંચો, વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આવો છે રેકોર્ડ
First published: June 16, 2019
વધુ વાંચો
अगली ख़बर