Home /News /sport /'માથા પર કટ, ઘૂંટણની ઢાંકણીમાં પણ ઈજા..' BCCIએ Rishabh Pantનું હેલ્થ અપડેટ રજુ કર્યું, જાણો આગળ શું થશે
'માથા પર કટ, ઘૂંટણની ઢાંકણીમાં પણ ઈજા..' BCCIએ Rishabh Pantનું હેલ્થ અપડેટ રજુ કર્યું, જાણો આગળ શું થશે
પંથની હેલ્થ અપટેડ રજુ શેર કરવામાં આવી
Rishabh Pant Latest Health Update : કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતની હાલ દેહરાદૂનમાં સારવાર ચાલી રહી છે. હાલમાં બીસીસીઆઈ દ્વારા તેમના સ્વાસ્થ્યને લઈને હેલ્થ અપડેટ જારી કરવામાં આવી છે. જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડે પંતને ક્યાં ઈજા થઈ છે અને તેની આગળ કેવી રીતે સારવાર કરવામાં આવશે તેની માહિતી આપી છે.
નવી દિલ્હી : Rishabh Pantની કારને શુક્રવારે સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રૂરકી નજીક અકસ્માત નડ્યો હતો. તેમની કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી કારમાં આગ લાગી હતી. સદનસીબે, પંત સમયસર કારમાંથી બહાર નીકળી ગયો. નહિંતર મોટી હોનારત ઘટવાની શક્યતા હતી. તમને જણાવી દઈએ કે, હાલમાં તેની દહેરાદૂનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર છે. પંતને ક્યાં ઈજા થઈ, હાલ તેની હાલત કેવી છે? BCCIએ આ અંગે માહિતી આપી છે.
આ પહેલા BCCIએ પણ દહેરાદૂનની હોસ્પિટલ મેનેજમેન્ટને કડક સૂચના આપી છે કે પંતના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી સીધી સાર્વજનિક ન કરે. પહેલા તેનું મેડિકલ બુલેટિન BCCI સાથે શેર કરો. આ પછી, BCCI પોતે તેના સ્ટેટસ વિશે માહિતી આપશે. આ જ કારણ છે કે BCCIએ હવે પંતના સ્વાસ્થ્યને લઈને નવીનતમ અપડેટ આપી છે.
BCCIએ કહ્યું છે કે તે ઋષભ પંતના પરિવારના સતત સંપર્કમાં છે અને BCCIની મેડિકલ ટીમ પણ પંતની સારવાર કરી રહેલા ડૉક્ટરોના સંપર્કમાં છે.
BCCIએ પંતના સ્વાસ્થ્યની અપડેટ આપી
BCCI સચિવ જય શાહ દ્વારા રજુ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતીય વિકેટકીપર ઋષભ પંત શુક્રવારે સવારે રૂરકી પાસે કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. તેમને તાત્કાલિક નજીકની સક્ષમ હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિટી અને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેના કપાળ પર બે કટ છે. ત્યાં, જમણા ઘૂંટણમાં અસ્થિબંધનની ઇજા છે. આ સિવાય પંતના જમણા કાંડા, પગની ઘૂંટી અને એડીમાં પણ ઈજા થઈ છે. સાથે જ કાર પલટી જવાને કારણે પીઠના ભાગે ઈજા થઈ છે. તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમની હાલત સ્થિર છે. તેમનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવશે. જેથી એ જાણી શકાય કે તેની ઈજા કેટલી ઊંડી છે અને તેની આગળ કેવી સારવાર કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર