Home /News /sport /વર્તમાન પસંદગી સમિતિ પાસે અનુભવ નથી, શાસ્ત્રી-કોહલીને ના આપી શકે પડકાર : કિરમાણી

વર્તમાન પસંદગી સમિતિ પાસે અનુભવ નથી, શાસ્ત્રી-કોહલીને ના આપી શકે પડકાર : કિરમાણી

વર્તમાન પસંદગી સમિતિ પાસે અનુભવ નથી, શાસ્ત્રી-કોહલીને ના આપી શકે પડકાર : કિરમાણી

પૂર્વ વિકેટકિપર સૈયદ કિરમાણીની આ ટિપ્પણી કરુણ નાયર અને મુરલી વિજયને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવાને લઈને ઉઠેલા વિવાદના સંદર્ભમાં આવી

ટીમ ઇન્ડિયાના પૂર્વ રાષ્ટ્રીય પસંદગીકાર સૈયદ કિરમાણીના મતે એમએસકે પ્રસાદની આગેવાનીવાળી પસંદગી સમિતિ પાસે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને સુકાની વિરાટ કોહલીને પડકાર આપવા માટે પુરતો અનુભવ નથી. પૂર્વ વિકેટકિપરની આ ટિપ્પણી કરુણ નાયર અને મુરલી વિજયને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવાને લઈને ઉઠેલા વિવાદના સંદર્ભમાં આવી છે. નાયર અને વિજય બંનેએ દાવો કર્યો છે કે ટીમમાંથી બહાર કરતા પહેલા પસંદગીકારોએ તેમની સાથે વાત કરી ન હતી. જોકે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે આ વાતનું ખંડન કર્યું હતું. પ્રસાદે કહ્યું હતું કે આ બંને બેટ્સમેનોને જાણકારી આપવામાં આવી હતી.

કિરમાણીને જ્યારે પસંદગી વિવાદ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે તમે મને પુછી રહ્યા છો તો રવિ શાસ્ત્રી કોચ હોવાના કારણે મુખ્ય પસંદગીકાર છે. તે , સુકાની અને અન્ય સીનિયર સભ્યો મળીને ચર્ચા કરે છે અને તે ઇચ્છે છે કે આ વિશે પસંદગી સમિતિને જાણ કરી દે. વર્તમાન પસંદગી સમિતિ આ લોકો (શાસ્ત્રી અને કોહલી) સામે અનુભવ વગરના છે. આથી ટીમ મેનજમેન્ટ જે ઇચ્છે તેના પર હા ભરવામાં ભલાઈ સમજે છે, કારણ કે તે શાસ્ત્રી અને કોહલી સાથે ચર્ચા કરી શકતા નથી. તે ઘણા અનુભવ વગરના છે.

પાંચ સભ્યોની પસંદગી સમિતિ આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવાના હિસાબે ઘણી અનુભવ વગરની છે. મુખ્ય પસંદગીકાર પ્રસાદ 6 ટેસ્ટ અને 17 વન-ડે રમ્યા છે. અન્ય ચાર પસંદગીકારમાં શરણદી સિંહ (2 ટેસ્ટ, 5 વન-ડે), દેવાંગ ગાંધી (4 ટેસ્ટ, 3 વન-ડે), જતિન પરાંજપે (4 વન-ડે) અને ગગન ખોડા (2 વન-ડે)નો સમાવેશ થાય છે. જેમને ખાસ અનુભવ નથી.
First published:

Tags: Team india, રવિ શાસ્ત્રી

विज्ञापन