Home /News /sport /

CSK vs SRH, IPL 2021 : ચેન્નાઈનો હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય, છેલ્લા બોલે સિક્સ મારી ઘોનીએ CSKને પ્લે-ઓફમાં પહોંચાડી

CSK vs SRH, IPL 2021 : ચેન્નાઈનો હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય, છેલ્લા બોલે સિક્સ મારી ઘોનીએ CSKને પ્લે-ઓફમાં પહોંચાડી

મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ રન ચેઝ કરવામાં માહેર છે. (AFP)

IPL 2021, CSK vs SRH Live Cricket Score: આજે ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે, મહત્વનું છે કે ચેન્નાઈની આજે જીત થાય તો તે સીધી પ્લેઓફમાં ક્વોલીફાઈ થઈ જશે.

    નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની(MS Dhoni)ના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુરુવારે IPL (IPL-2021) મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH)ને 6 વિકેટે હરાવ્યું હતું. શારજાહમાં રમાયેલી આ મેચમાં વિજય સાથે ચેન્નઈએ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 134 રન કર્યા હતા. આ પછી 2 બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને ચેન્નાઈએ મેચ જીતી લીધી હતી. ધોનીએ સિદ્ધાર્થ કૌલના બોલ પર વિનિંગ સિક્સર ફટકારી હતી. ચેન્નાઈની ટીમ આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની છે.

    ત્રણ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઇએ 11 મેચમાં 9 મી જીત નોંધાવી હતી અને હવે તેના 18 પોઇન્ટ છે. બીજા ક્રમે દિલ્હી કેપિટલ્સના 11 મેચમાંથી 16 પોઇન્ટ છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં હૈદરાબાદને 11 મેચમાં 9 મી હારનો સામનો કરવો પડ્યો હતો અને 8 ટીમોના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

    IPL 2021, CSK vs SRH Live Cricket Score



    • ઘોનીએ જીતની સિક્સર મારીને તેની ટીમને પ્લેઓફમાં પહોંચાડી દીધી છે.

    • 15મી ઓવરના પાંચમાં બોલ પર સેટ બેટ્સમેન ફાફ ડુ પ્લેસીસ પણ 45 રન કરીને આઉટ થયો હતો. 

    • 15મી ઓવરના ત્રીજા બોલ પર સુરેશ રૈના 2 રન કરીને આઉટ થયો હતો.

    • 14મી ઓવરના ચોથા બોલ પર મોઈન અલી 17 રન કરીને આઉટ થયો હતો.

    • 10મી ઓવરના પહેલા બોલ પર ઋતુરાજ ગાયકવાડ 45 રન કરીને આઉટ થયો હતો

    • હૈદરાબાદે ચેન્નાઈને જીત માટે 135 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    • 20 ઓવરના અંતે હૈદરાબાદે 137 રન કરીને 7 વિકેટ ગુમાવી હતી.

    • 18મી ઓવરના બીજા બોલ પર જેસન હોલ્ડર 5 રન કરીને આઉટ થયો હતો. 

    • 16મી ઓવરમાં અભિષેક શર્મા 18 રન અને અબ્દુલ સમાદ 18 રન કરીને આઉટ થયો હતો.

    • 12મી ઓવરના ત્રીજા બોલ પર રિદ્ધિમાન સાહા 44 રન કરીને આઉટ થયો હતો. 

    • 10મી ઓવરના પાંચમાં બોલ પર પ્રિયમ ગર્ગ 7 રન કરીને આઉટ થયો હતો. 

    • છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર કેન વિલિયમ્સન 11 રન કરીને બ્રાવોનો શિકાર બન્યો હતો. 

    • ચેન્નાઈએ ત્રીજી ઓવરના ચોથા બોલ પર જેસન રોય 2 રન કરીને આઉટ કર્યો હતો.

    • ચેન્નાઈ સુપરકિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણ કર્યો હતો.


    શારજાહમાં ચેન્નાઈ અને હૈદરાબાદ મેચ થઈ રહી છે જ્યાં આ વખતે બોલરો ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને સ્પિનરોએ બેટ્સમેનો પર હાવી થઈ રહ્યા છે જો શારજાહની પીચ પર 140 રન કરવામાં આવે તો તમે મેચ જીતી શકો છો. ચેન્નાઈ અને હૈદરાબાદની ટીમો પણ આવું જ કરવાનું પસંદ કરશે.

    ચેન્નાઇ સુપર કિંગ્સ (chennai super kings) પ્લેઇંગ ઇલેવન: ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ

    સનરાઈઝર્સ  હૈદરાબાદ (sunrisers hyderabad) પ્લેઇંગ ઇલેવન - જેસન રોય, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રશીદ ખાન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ અને સંદીપ શર્મા
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Chennai super kings, Ipl 2021, Sunrisers hyderabad

    આગામી સમાચાર