CSK vs PBKS, IPL 2021: પંજાબનો ચેન્નાઈ સામે 6 વિકેટે શાનદાર વિજય, કેએલ રાહુલે કર્યા ધમાકેદાર 98 રન

પંજાબની ટીમે પહેલા ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2021, CSK vs PBKS Live Cricket Score: ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમનો જો આજે વિજય થાય તો ફરીવાર તે પોઈન્ટ ટેબર પર નંબર વન થઈ શકે છે.

  • Share this:
    નવી દિલ્હી: કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul)ની મજબૂત ઇનિંગના કારણે પંજાબ કિંગ્સે (Punjab Kings) આઈપીએલ -2021 (IPL 2021) મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Superkings)ને 6 વિકેટે હરાવી હતી. ગુરુવારે દુબઈમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 134 રન બનાવ્યા હતા. પંજાબે 4 ઓવરમાં 13 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. રાહુલ 98 રને અણનમ પરત ફર્યો હતો. તેણે 42 બોલમાં પોતાની તોફાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. ચેન્નઈ તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ લીધી હતી.

    IPL 2021, CSK vs PBKS Live Cricket Score

    • પંજાબે 13 ઓવરની અંદર ટાર્ગેટ પૂર્ણ કરીને મેચ જીતી લીધી હતી ત્યારે કે એલ રાહુલ નોટ આઉટ રહીને 98 રન કર્યા હતા.

    • 12મી ઓવરના પહેલા બોલ પર ઍડન માર્ક્રેમ 13 રન કરીને આઉટ થયો હતો.

    • 8મી ઓવરના છેલ્લા બોલ પર શાહરૂખ ખાન 8 રન કરીને આઉટ થયો હતો.

    • ચોથી ઓવરના છેલ્લા બોલ પર સફરાઝ ખાન શૂન્ય પર આઉટ થયો હતો.

    • ચોથી ઓવરના ત્રીજા બોલ પર મયંક અગ્રવાલ 12 રન કરીને આઉટ થયો હતો.

    • પંજાબે પ્રથમ બેટિંગ કરતા સારી શરૂઆત કરી હતી.

    • સીએસકેએ 20 ઓવરના અંતે 134 રન કર્યા જેમાં તેણે સાત વિકેટ ગુમાવી હવે પંજાબની ટીમે જીતવા માટે 135 રન કરવા પડશે.

    • છેલ્લી ઓવરમાં ફાફ ડુપ્લેસીસ 76 રન કરીને આઉટ થયો હતો.

    • 12મી ઓવરમાં મહેન્દ્રસિહ ઘોની પણ આઉટ થયો અને ટીમની પાંચમી વિકેટ પડી હતી.

    • 8મી ઓવરના ત્રીજા બોલ પર અંબાતી રાયુડુ 4 રન કરીને આઉટ થયો હતો. 

    • 6ઠ્ઠી ઓવરમાં રોબિન ઉથપ્પા પણ 2 રન કરીને આઉટ થયો હતો. 

    • 5મી ઓવરના બીજા બોલમાં મોઈન અલી આઉટ થયો હતો.

    • પંજાબ કિગ્સને પ્રથમ સફળતા 3જી ઓવરના છેલ્લા બોલ પર મળી હતી અને જેમાં ઋુતુરાજ ગાયકવાડ 12 રન કરીને આઉટ થયો હતો.

    • પંજાબ કિગ્સના કેપ્ટન કે.એલ રાહુલે પહેલા ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


    અગાઉ ચેન્નાઈ ટીમ માટે ઓપનર ફાફ ડુ પ્લેસિસે શાનદાર અડધી સદી ફટકારી હતી પરંતુ તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન રમી શક્યો ન હતો. ડુ પ્લેસિસે 55 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા. તેણે રવિન્દ્ર જાડેજા (15 *) સાથે છઠ્ઠી વિકેટ માટે 67 રનની ભાગીદારી પણ કરી હતી. પંજાબ તરફથી અર્શદીપ સિંહ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ લીધી હતી.

    પંજાબ કિંગ્સ પ્લેઇંગ -11: કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, એડેન માર્કરમ, શાહરૂખ ખાન, સરફરાઝ ખાન, મોસેસ હેનરિક્સ, હરપ્રીત બ્રાર, ક્રિસ જોર્ડન, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ.

    ચેન્નાઈ સુપરકિંગ્સ પ્લેઇંગ -11: ફાફ ડુ પ્લેસિસ, ઋુતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, જોસ હેઝલવુડ.
    Published by:kuldipsinh barot
    First published: