CSK VS KKR: કોલકત્તાની ત્રીજી જીત આડે છે ચેન્નાઈના આ બે ખેલાડી, IPL 2021માં બૉલરોને 'ધોળે દિવસે તારા બતાડ્યા'

CSK VS KK IPL Final 2021 : આઈપીએલની ફાઇનલમાં આ બંને ખેલાડીઓ કેકેઆરની મુસીબત વધારી શકે છે.

IPL Final 2021: આજે ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાનારી આઈપીએલની ફાઇનલમાં આ બે ખેલાડીની જોડી KKRની હારનું કારણ બની શકે છે. જાણો શું છે એમનો રેકોર્ડ

  • Share this:
    આજે 2021ની આઈપીએલની ફાઇનલનો મુકાબલો ખેલાશે. (IPL Final 2021) આ ફાઇનલમાં ઓલ ટાઇમ ફેવરીટ ચેન્નાઇ સુપરકિંગ્સનો સાત વર્ષે આઈપીએલની ફાઇનલમાં પહોંચેલી કેકેઆર સાથે થવાનો છે (IPL Final 2021 CSK VS KKR). આઈપીએલમાં કેકેઆર બેવાર જીતી ચુકી છે જ્યારે ચેન્નાઈ ચોથીવાર જીતવા ઇચ્છે છે. જોકે, કેકેઆરની ત્રીજી જીતની આડે ચેન્નાઈની ઓપનિંગ જોડી આવી રહી છે (Opening pair of Chennai Super kings) ચેન્નાઈની આ ઓપનિંગ જોડી આઈપીએલ 2021ની સૌથી હીટ જોડી છે. સીએસકેના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) અને ફાફ ડુપ્લેસી (Faf Du Plessis)ની આ જોડીએ આઈપીએલ 2021માં શાનદાર પ્રદર્શન કર્યુ છે. આ ખેલાડીઓના સારા પ્રદર્શનના કારણે ચેન્નાઈને ખૂબ ફાયદો થયો છે. જાણો શા માટે જોડી કેકેઆરના ત્રીજી ટ્રોફીના જીતના સપનાને તોડી શકે છે. આ બંને ખેલાડીએ ઓપનિંગમાં 1150 રન ફટકારી અને આઈપીએલમાં વિરુદ્ધ ટીમને ધોળે દિવસે તારા દેખાડી દીધા છે.

    સીએસકે માટે ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસીની ઓપનિંગ જોડીએ આઈપીએલમાં 1150 રન બનાવ્યા છે. આ સિઝનમાં ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસીની જૌડી મોસ્ટ સ્કોરર ઓપનર્સ છે. કેકેઆરે ત્રીજીવાર ચેમ્પિયન બનવું હોય તો આ જોડીને તોડવી પડશે જો આ જોડી શરૂઆતમાં સારો સ્કોર કરવામાં સફળ રહી તો કેકેઆરના રસ્તો મુશ્કેલ નહીં રહે.

    આ પણ વાંચો : IPL Final 2021: ચેન્નાઈ સુપરકિંગ્સનું 'ઘોડું' દશેરાએ દોડશે? જાણો IPLની ફાઇનલમાં કેટલીવાર જીતતા જીતતા રહી ગઈ CSK

    ફાફ ડુપ્લેસી સામે સુનિલ નારાયણ અસ્ત્ર સાબિત થઈ શકે

    ફાફ ડુપ્લેસીએ આઈપીએલ 2021માં સૌથી વધુ 137ની સ્ટ્રાઇકરેટથી પાવરપ્લેમાં રન બનાવ્યા છે. ફાસ્ટ બૉલર્સ સામે તેણે પહેલી 6 ઑવરમાં 142ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. એવામાં કેકેઆરના કેપ્ટન મૉર્ગનને પાવરપ્લેમાં સ્પિન બૉલર સુનિલ નારાયણને ઉતારવો પડશે. સુનિલ નારાયણ ડુપ્લેસી સામે સારો રેકોર્ડ ધરાવે છે. તાજેતરમાં જ સુનિલ નારાયણ બેવાર આ આ ઑપનરને આઉટ કરી ચુક્યો છે. જ્યારે ડુપ્લેસી નારાયણ સામે રન કરવા માટે મુશ્કેલી અનુભવ છે. ફાફ ડુપ્લેસીએ 9.1 ઑવરમાં સુનિલ નારાયણ સામે 67ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.

    ઋતુરાજની કમજોરી શોર્ટ બોલ

    જ્યારે ઑતુરાજ ગાયકવાડ પણ આક્રમક બેટ્સમેન છે અને કેકેઆરને ધોળે દિવસે તારા બતાડી શકે છે. આઈપીએલ 2021માં ઋતુરાજે યુએઈમાં 400થી વધુ રન કર્યા છે. ઋતુરાજ ઑરેંજ કેપના દાવેદાવર છે. કિંગ્સ ઇલેવનના કેપ્ટન રાહુલના 626 રનથી ઋતુરાજ 24 રન જ પાછળ છે. છતાં એવું નથી કે ઋતુરાજની કોઈ કમજોરી નથી. ઋતુરાજની કમજોરી શૉર્ટબૉલ છે. આ વખતે તેમની સામે 19વાર જ શોર્ટબોલનો પ્રયોગ કરવામાં આવ્યો છે એવામાં 3વાર ઋતુરાજે વિકેટ ગુમાવી છે. ઋતુરાજને રોકવા માટે શૉટ બોલ ફેંકીને કેકેઆર તેની વિકેટ ખેરવી શકે છે. કેકેઆર પાસે આના માટે લૉકી ફર્ગ્યૂસન નામનું હથિયાર છે.

    આ પણ વાંચો :   IPL Final 2021: આઈપીએલની ફાઇલનમાં KKRનો આ રેકોર્ડ છે ખતરનાક, જાણો કેમ CSK માટે ચિંતાનો વિષય છે આ ટીમ

    ડુપ્લેસી-ઋતુરાજની જોડી

    ઋતુરાજ અને ડુપ્લેસની ઓપનિંગ જોડીએ આઈપીએલ 2021માં ચેન્નાઈ સુપરકિંગ્સ માટે 2 સદી અને ચાર ફિફ્ટી ફટકારી છે. આ બંને આ સિઝનમાં સૌથી વધુ રન ફટકાનાર ટૉપ-5 બેટ્સમેન પૈકીના એક છે. ઋતુરાજે આઈપીએલ 2021માં 603 અને ફાફ ડુપ્લેસીએ 547 રન બનાવ્યા છે. બંનેએ મળીને 9 ફીફ્ટી પણ ફટકારી છે.
    Published by:Jay Mishra
    First published: