CSK vs DC, IPL 2021: દિલ્હીએ રિષભ પંતને આપી બર્થ-ડે ગિફ્ટ, 10મી જીત સાથે DC ટોપ પર

દિલ્હીએ પહેલા ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2021, CSK vs DC Live Cricket Score: ચેન્નાઈ સુપરકિંગ્સને દિલ્હી કેપિટલ્સએ ગત મેચમાં 7 વિકેટે હરાવ્યું હતું.

  • Share this:
    નવી દિલ્હી: IPL 2021ની 50 મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને (Delhi Capitals vs Chennai Super Kings) હરાવી હતી. મેચમાં દિલ્હીએ 3 વિકેટે જીત મેળવી હતી. ટુર્નામેન્ટમાં દિલ્હીની આ 10મી જીત છે, અને હવે તે 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે, પ્રથમ બેટિંગ કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 136 રન બનાવ્યા હતા પરંતુ દિલ્હી કેપિટલ્સ માટે આ સ્કોર ઓછો સાબિત થયો હતો અને ટીમે 2 બોલ પહેલા 7 વિકેટે જીત મેળવી હતી. શિખર ધવન અને શિમરોન હેટમાયરની ઇનિંગ્સે દિલ્હીની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. ધવને 39 અને હેટમાયરે 18 બોલમાં અણનમ 28 રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો.

    IPL 2021, CSK vs DC, chennai super kings vs delhi capitals Live Cricket Score

    • 14મી ઓવરના છેલ્લા બોલ પર શિખપ ધવન 39 રન કરીને આઉટ થયો હતો.

    • 14મી ઓવરના પ્રથમ બોલ પર અશ્વિન 2 રન કરીને આઉટ થયો હતો.

    • 12મી ઓવરના પાંચમાં બોલ પર રિપલ પટેલ 18 રન કરીને આઉટ થયો હતો.

    • આઠમી ઓવરના પાંચમાં બોલ પર ઋષભ પંત 15 રન કરીને આઉટ થયો હતો.

    • પાંચમી ઓવરના પાંચમા બોલ પર શ્રેયસ ઐયર 2 રન કરીને આઉટ થયો હતો.

    • બીજી ઓવરના ત્રીજા બોલ પર  દિપક ચહરે પૃથ્વી શોને 18 રન કરીને આઉટ કર્યો હતો.

    • 20 ઓવરના અંતે ચેન્નાઈએ 5 વિકેટ ગુમાવીને 136 રન કર્યા હતા. અને દિલ્હીની ટીમને જીત માટે 137 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    • 19મી ઓવરમાં મહેન્દ્રસિંહ ઘોની 18 રન કરીને આઉટ થયો હતો.

    • 8મી ઓવરના ત્રીજા બોલ પર રોબિન ઉથપ્પા પણ 19 રન કરીને અશ્વિનનો શિકાર બન્યો હતો. 

    • 7મી ઓવરના ચોથા બોલ પર મોઈન અલી 5 રન કરીને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો.

    • ચોથી ઓવરના ચોથા બોલ પર અશ્વિને ગાયકવાડને 13 રને આઉટ કર્યો હતો.

    • બીજી ઓવરના ચોથા બોલ પર અક્ષર પટેલે ડુપ્લેસીસને 10 રન કરીને આઉટ કર્યો હતો.

    • દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


    ચેન્નાઇ સુપર કિંગ્સે તે મેચમાં 188 રન બનાવ્યા હતા પરંતુ શિખર ધવનના 85 અને પૃથ્વી શોના 72 ના કારણે દિલ્હી કેપિટલ્સે તે મેચ 8 બોલમાં પહેલા જ જીતી લીધી હતી. જોકે તે મેચ મુંબઈમાં થઈ હતી અને હવે આ સ્પર્ધા દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાવાની છે જ્યાં ચેન્નઈની ટીમ અલગ રંગમાં જોવા મળી રહી છે. ખાસ કરીને તેના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસ જોરદાર ફોર્મમા ચાલી રહ્યા છે.

    દિલ્હીની પ્લેઇંગ ઇલેવન: પૃથ્વી શો, શિખર ધવન, રિપલ પટેલ, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, આર અશ્વિન, કાગીસો રબાડા, અનરિક નોરખીયા અને અવેશ ખાન.

    ચેન્નાઇ પ્લેઇંગ ઇલેવન - ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઇન અલી, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ, ડ્વેન બ્રાવો અને દીપક ચાહર.
    Published by:kuldipsinh barot
    First published: