Home /News /sport /

IPL 2019: CSK પ્રથમ મેચની કમાણી શહીદોના પરિવારોને આપશે

IPL 2019: CSK પ્રથમ મેચની કમાણી શહીદોના પરિવારોને આપશે

IPL 2019: CSK પ્રથમ મેચની કમાણી શહીદોના પરિવારોને આપશે

આઈપીએલ-12ની પ્રથમ મેચ શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે

    ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલની આ સિઝનમાં પોતાની પ્રથમ ધરેલુ મેચમાંથી થનારી કમાણી પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આ ચેક આપશે.

    આઈપીએલ-12ની પ્રથમ મેચ શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. આ મેચ રાત્રે 8 કલાકે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. સીએસકેના નિર્દેશક રાકેશ સિંહે કહ્યું હતું કે આ મેચમાં થનારી કમાણી 14 ફેબ્રુઆરીએ પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આપવામાં આવશે.

    આ પણ વાંચો - ધોનીને પ્રેક્ટિસ કરતા જોવા આવ્યા હજારો લોકો, સ્ટેડિયમ હાઉસફૂલ

    રાકેશ સિંહે ટ્વિટર હેન્ડલ ઉપર લખ્યું હતું કે ચેન્નાઈ આઈપીએલની પ્રથમ ઘરેલું મેચની ટિકિટોથી થનારી કમાણીને પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આપવામાં આવશે. કેપ્ટન મહેન્દ્રસિહ ધોની જે ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલ છે, તે ચેક આપશે. ટિકિટ સેલ પ્રથમ દિવસે થોડાક જ કલાકોમા વેચાઈ ગઈ હતી.

    ઉલ્લેખનીય છે કે પુલવામામાં થયેલા આતંકીવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. આ ઘટના પ્રતિ શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય ક્રિકેટરો ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વન-ડેમાં આર્મીની કેપ પહેરીને રમવા ઉતર્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CSK, Ipl 2019, આઇપીએલ

    આગામી સમાચાર