ધોનીને રિલીઝ કરી રહી છે CSK! આ સવાલ પર ફ્રેન્ચાઇઝીએ આપ્યો આવો જવાબ
News18 Gujarati Updated: November 19, 2019, 5:31 PM IST

ધોની વર્લ્ડ કપ પછી ક્રિકેટથી દૂર છે. આ પછી તેની નિવૃત્તિની અટકળો ઘણી વખત થઈ રહી છે

- News18 Gujarati
- Last Updated: November 19, 2019, 5:31 PM IST
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના પૂર્વ કેપ્ટન અને દુનિયાના દિગ્ગજ વિકેટકીપર બૅટ્સમેન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) કોઈ ટીમ માટે લોટરીથી ઓછો નથી. ધોની વર્લ્ડ કપ પછી ક્રિકેટથી દૂર છે. આ પછી તેના નિવૃત્તિની અટકળો ઘણી વખત થઈ રહી છે. જોકે હવે એ સ્પષ્ટ છે કે તે નિવૃત્તિ લઈ રહ્યો નથી. બીસીસીઆઈ(BCCI)ના પૂર્વ અધ્યક્ષ અને ચેન્નાઈ સુપરકિંગ્સના માલિક એન.શ્રીનિવાસને સ્પષ્ટ કરી દીધું છે કે ધોની ચેન્નાઈ તરફથી આઈપીએલની (IPL)ની આગામી સિઝન રમશે.
આઈપીએલની વાત કરવામાં આવે તો આગામી સિઝન માટે ફ્રેન્ચાઇઝી ટીમ ટ્રાન્સફર વિન્ડો દ્વારા ખેલાડીઓની અદલા-બદલી કરી ચૂકી છે. આ મુદ્દે ચેન્નાઈ સુપરકિંગ્સે (Chennai Superkings) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે કાલે એટલે કે ટ્રાન્સફર વિન્ડો બંધ થવાના અંતિમ દિવસે પાંચ ખેલાડીઓને રિલીઝ કરવા જઈ રહ્યું છે. તેના જવાબમાં એક પ્રશંસકે લખ્યું હતું કે નજીકના સૂત્રોના મતે ચેન્નાઈ સુપરકિંગ્સ મહેન્દ્રસિંહ ધોનીને રિલીઝ કરવાની યોજના બનાવી રહી છે. હવે તેનો ચેન્નાઈને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.
આ પણ વાંચો - વેસ્ટ ઇન્ડીઝ સામે રમવા માંગે છે રોહિત શર્મા, પસંદગીકારો આરામ આપવાના મૂડમાં - રિપોર્ટ
ચેન્નાઈ સુપરકિંગ્સે આ પ્રશંસકની પોસ્ટ પર પ્રતિક્રીયા આપી હતી. ટીમે મજેદાર જવાબ આપતા કહ્યું હતું કે નજીકના સૂત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. આઈપીએલની ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈએ પાંચ ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. જ્યારે 20 ખેલાડીને યથાવત્ રાખ્યા છે. જે ખેલાડી રિલીઝ કર્યા છે તેમાં ત્રણ ભારતીય અને બે ઇંગ્લેન્ડના ખેલાડી છે. આ ખેલાડીઓમાં ચૈતન્ય બિશ્નોઈ, ધ્રુવ શૌરી, મોહિત શર્મા, ડેવિડ વિલી અને સેમ બિલિંગ્સનો સમાવેશ થાય છે.

Loading...