માફી માંગતા રડી પડ્યો વોર્નર, કહ્યું- હવે દેશ માટે ક્યારેય નહીં રમી શકું

News18 Gujarati
Updated: March 31, 2018, 11:55 AM IST
માફી માંગતા રડી પડ્યો વોર્નર, કહ્યું- હવે દેશ માટે ક્યારેય નહીં રમી શકું

  • Share this:
છેલ્લા થોડા દિવસથી ક્રિકેટ જગતમાં બોલ ટેમ્પરિંગની ચર્ચા ચાલી રહી છે. આ કેસમાં ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને કેમરન બ્રેનક્રોફ્ટને લઈને ક્રિકેટ બે ભાગમાં વહેંચાયેલું નજરે પડે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માફી માંગવામાં આવી રહી છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની આંખમાંથી આંસુ છલકાતા જોવા મળી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન ટીમના વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર બોલ ટેમ્પરિંગમાં સામેલ હોવાના ગુનામાં એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શનિવારે પ્રથમ વખત મીડિયા સામે હાજર થયેલો ક્રિકેટર ધ્રૂસકે દ્રૂસકે રડવા લાગ્યો હતો. આ પહેલા સ્ટિવ સ્મિથ પણ મીડિયા સામે રડી પડ્યો હતો.સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મીડિયા સાથે વાતચીત કરતા વોર્નરે બોલ ટેમ્પરિંગમાં પોતાની ભૂલ સ્વીકારી હતી, મીડિયાને સંબોધતી વખતે અનેક વખત તેની આંખમાંથી આંસુ છલકાઈ ગયા હતા. વોર્નરે સ્વીકાર કર્યો કે તેની ભૂલને કારણે ક્રિકેટની રમત બદનામ થઈ છે. સાથે જ તેણે પોતાના પરિવાર અને દક્ષિણ આફ્રિકાની માફી માંગી હતી.ઓસ્ટ્રેલિયાના આ ધાકડ બેટ્સમેનને આશા છે કે 12 મહિનાના પ્રતિબંધ બાદ તે ફરીથી દેશ માટે ક્રિકેટ રમી શકશે. વોર્નરે કહ્યું કે, 'મારા મનમા ક્યાંક ને ક્યાંક એ વાત છે કે મને ફરીથી મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે. પરંતુ એવું પણ થઈ શકે કે આવો મોકો ક્યાકેય ન પણ આવે.'

ડેવિડ વોર્નરે કહ્યું કે, 'હું ટીમના સાથી અને સહાયક કર્મચારીઓની માફી માંગુ છું. કેપટાઉનમાં ટેસ્ટના ત્રીજા દિવસે જે થયું તેના માટે હું જવાબદાર છું.' ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નરને બોલ ટેમ્પરિંગ કેસમાં મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે. તેને જૂનિયર ખેલાડીને બોલ સાથે ટેમ્પરિંગ કરવાની સૂચના આપવાનો આરોપી બનાવ્યો છે.આંસુઓથી છલકાતી આંખે વોર્નરે કહ્યું કે, 'આ વિશ્વાસઘાત માટે હું મારા પ્રશંસકો અને ક્રિકેટ પ્રેમીઓની દિલથી માફી માંગવા માટે આવ્યો છું. આ લોકોએ મને પ્રેરણા આપી હતી. મેં તેમને ખૂબ જ ખરાબ રીતે નિરાશ કર્યા છે. મને આશા છે કે એક દિવસ હું ગુમાવી ચુકેલું સન્માન પરત મેળવી શકીશ.'પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નરને ભાવુક જોઈને તેની પત્ની કેન્ડિસે તેને હિંમત આપી હતી. સાથે જ વોર્નરે એવું વચન આપ્યું કે તે ફરીથી તેના પરિવારને આવી સ્થિતિનો સામનો કરવો પડે તેનો કોઈ મોકો નહીં આપે.જોકે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નરે બોલ ટેમ્પરિંગ અંગે પોતાના રોલ અંગે કંઈ પણ જણાવ્યું ન હતું. નોંધનીય છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ કેસમાં વોર્નર અને સ્મિથ પર એક-એક વર્ષ અને બ્રેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે.
First published: March 31, 2018
વધુ વાંચો
अगली ख़बर