Cristiano Ronaldo: ખરબોપતિ ફૂટબોલર રોનાલ્ડો ફરી જુડવા બાળકોનો પિતા બનશે, લગ્ન વગર જ થયા છે ચાર સંતાન

રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી

Cristiano Ronaldo: પોર્ટૂગલનો ખરબોપતિ ફૂટબોલર રોનાલ્ડો સાત સંતાનોનો પિતા બનવા માંગે છે એટલે કે હજુ એક સંતાન ખૂટે છે

  • Share this:
    પોર્ટૂગલનો સ્ટાર ફૂટબોલર (Cristiano Ronaldo To become father of Twins) અને માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી ક્લબ રમતો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તેની રમત માટે તો જાણીતો છે જ પરંતુ હવે તે તેના પરિવારના કારણે પણ ચર્ચામાં છે. રોનાલ્ડોએ હજુ સુધી એક પણવાર લગ્ન કર્યા નથી. જોકે, તેને પ્રેમિકાથી (Cristiano Ronaldo girlfriend)  જન્મેલા ચાર સંતાનો છે. આ પૈકીની એક બાળકી તેની હાલની ગર્લફ્રેન્ડથી જન્મેલી છે. જોકે, આ બધાની વચ્ચે રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ (Cristiano Ronaldo Instagram post) પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરી અને તેણે પ્રેમિકા જ્યોર્જિના રોડ્રિગ્સ સાથે સોનોગ્રાફીની તસવીર મૂકી છે. આ તસવીરમાં તેની પ્રેમિકા પ્રેગનન્ટ હોવાનું જણાય છે. રોનાલ્ડો ફરીથી ટ્વીન્સનો પિતા બનવા જઈ રહ્યો છે.

    ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ : રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામમાં બે તસવીરો મૂકી છે. પ્રથમ તસવીરમાં તેની ગર્લફ્રેન્ડ સાથે સોનોગ્રાફી રિપોર્ટ છે જેમાં લખ્યું છે કે અમે ટ્વીન્સના માતાપિતા બનવા જઈ રહ્યા છીએ. બીજી તસવીરમાં તેના ચારેય સંતાનો સાથે સ્વિમીંગ પૂલમા નહાતો હોય તેવું જોવા મળે છે. રોનાલ્ડોની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે.

    ચાર સંતાન પરંતુ લગ્ન નથી કર્યા

    રોનાલ્ડોએ હજુ સુધી સત્તાવાર રીતે લગ્ન કર્યા નથી. તેના સૌથી મોટા દીકરાનું નામ ક્રિસ્ટીયાનો જૂનિયર છે. ક્રિસ્ટીયાનો જૂનિયર 2010માં સરોગેસીથી જન્મ્યો હતો. જોકે, તેની માતા કોણ છે તેના વિશે માહિતી નથી. ત્યારબાદ વર્ષ 207માં તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિનાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીનું નામ માર્ટિના છે.

    આ પણ વાંચો : T20 World Cup: ડેવિડ વોર્નરેનો Video, બનવા ગયો હતો રોનાલ્ડો પણ ખેલ ઉંઘો પડ્યો!

    2017માં પણ જન્મ્યા હતા ટ્વીન્સ

    જોકે, આ બાળકીના જન્મ બાદ જ રોનાલ્ડો સરોગસીના દ્વારા ફરી બે બાળકોનો પિતા બન્યો હતો. આ બાળકોનું નામ ઈવા અને માતેઓ છે. રોનાલ્ડો આમ ફરી એકવાર ટ્વીન્સનો પિતા બનવા જઈ રહ્યો છે ત્યારે તેની ચર્ચાઓએ જોર જગાવ્યું છે.]




    7 બાળકોનો પિતા બનાવ માંગે છે

    ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ અગાઉ કહ્યું હતું કે તે સાત બાળકોનો પિતા બનવા માંગે છે. જ્યારે કે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિનાએ પણ કહ્યુ હતું કે તેની માતૃત્વની ઈચ્છા શક્તિ અન્ય કોઈ પણ બાબત કરતા વધુ મજબૂત છે. તે વધારે સંતાનોની માતા બનવા માંગે છે.

    રોનાલ્ડોની સંપતિ

    ક્રિસ્ટિઆનો રોનાલ્ડો વિશ્વનૌ સૌથી ધનિક ફૂટબોલર છે. એક અહેવાલ મુજબ તેની સંપતિ 490 મિલિયન યુએસ ડૉલર રૂપિયા છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત આશરે 3614 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
    Published by:Jay Mishra
    First published: