એમએસ ધોની મુશ્કેલીમાં ફસાયો, આમ્રપાલી મામલામાં FIR નોંધાઈ!

એમએસ ધોની મુશ્કેલીમાં ફસાયો, આમ્રપાલી મામલામાં FIR નોંધાઈ!

આમ્રપાલી ગ્રૂપ વિવાદમાં ફરી એક વખત એમએસ ધોનીનું નામ સામે આવ્યું

 • Share this:
  નવી દિલ્હી : આમ્રપાલી ગ્રૂપ વિવાદમાં ફરી એક વખત એમએસ ધોનીનું નામ સામે આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે એમએસ ધોની (MS Dhoni)સામે આમ્રપાલી કેસમાં FIR નોંધાઈ છે. 27 નવેમ્બરે દિલ્હી પોલીસને આર્થિક અપરાધ શાખાએ નવી FIR નોંધી છે. જેમાં ધોનીનું નામ પણ છે. 2003માં બનેલા આમ્રપાલી ગ્રૂપ પર (Amrapali Case) લોકોના પૈસા લઈને તેમને ઘર નહીં આપવાનો આરોપ છે. કંપની પર આરોપ છે કે તેણે 42 હજારથી વધારે ઘર ખરીદનારા સાથે દગો કર્યો છે. આમ્રપાલી ગ્રૂપે લોકોના 2647 કરોડ રુપિયા જમા કરીને બીજા પ્રોજેક્ટમાં લગાવ્યા અને પછી બધા હાઉસિંગ પ્રોજેક્ટ્સ અધુરા છોડી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ધોની આમ્રપાલી ગ્રૂપનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. આ કારણે તે આ મામલામાં ફસાયેલો છે.

  નવી FIRમાં ધોની પર લગાવ્યા છે આ આરોપ
  આઉટલુક ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે 27 નવેમ્બરે નોંધાયેલી FIRમાં એમએસ ધોની પર ઘર ખરીદનારાએ આરોપ લગાવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે ધોની આ ગ્રૂપનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને તેણે આમ્રપાલીને પ્રમોટ કર્યું હતું. ભારતમાં ધોનીની ઇમેજ જોતા લોકોએ આમ્રપાલી ગ્રૂપ પર વિશ્વાસ કર્યો હતો. જેથી આ કેસમાં ધોનીનું નામ પણ આરોપીઓના લિસ્ટમાં હોવું જોઈએ.

  આ પણ વાંચો - BCCI ઑફિસમાં આવે છે ફોન - પ્લીઝ, ધોનીને નિવૃત્તિ ના લેવા દેતા

  નવી FIR નોંધાવનાર એક ફરિયાદીના મતે આમ્રપાલીના માલિક અનિલ કે શર્મા અને બીજા ડાયરેક્ટર આ મામલામાં આરોપી છે પણ તપાસ ટીમોએ આ મામલામાં ધોનીના રોલની પણ તપાસ કરવી જોઈએ અને તેને પણ આ મામલામાં આરોપી બનાવવામાં આવે.

  પત્ની સાક્ષી પણ ફસી છે વિવાદોમાં
  આમ્રપાલી ગ્રૂપ મામલામાં જુલાઈમાં થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એક ઓડિટ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે એમએસ ધોનીની પત્ની સાક્ષી કંપનીના 25 ટકા શેરની માલકિન હતી. સરકારી આંકડા પ્રમાણે સપ્ટેમ્બર 2014 સુધી આવી સ્થિતિ હતી. હવે ફરી એક વખત આ મામલાની તપાસ ધોની સુધી આવી પહોંચી છે.
  Published by:Ashish Goyal
  First published: