ધોનીની નિવૃત્તિ પર સચિનથી લઈને વિરાટ કોહલી સુધી, કોણે શું કહ્યું

News18 Gujarati
Updated: August 15, 2020, 11:02 PM IST
ધોનીની નિવૃત્તિ પર સચિનથી લઈને વિરાટ કોહલી સુધી, કોણે શું કહ્યું
ધોનીની નિવૃત્તિ પર સચિનથી લઈને વિરાટ કોહલી સુધી, કોણે શું કહ્યું

ધોનીની નિવૃત્તિ પછી ક્રિકેટ સહિત અન્ય ક્ષેત્રોના દિગ્ગજોની પ્રતિક્રિયા આવવા લાગી છે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની (Dhoni Retirement)જાહેરાત કરી દીધી છે. શનિવારે સાંજે ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરતા ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કરી હતી. ધોનીની નિવૃત્તિ પછી ક્રિકેટ સહિત અન્ય ક્ષેત્રોના દિગ્ગજોની પ્રતિક્રિયા આવવા લાગી છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) જુના દિવસોને યાદ કરતા ટ્વિટ કર્યું કે ભારતીય ક્રિકેટમાં તમારું યોગદાન ઘણું પ્રશંસનિય રહ્યું છે. 2011ના વર્લ્ડ કપને એક સાથે જીતવો મારા જીવનની સૌથી સારી ક્ષણ રહી. તમને અને તમારા પરિવારને તમારી બીજી ઇનિંગ્સ માટે શુભકામના.

બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ ધોનીની નિવૃત્તિ પર કહ્યું કે તેણે વિકેટકીપરો અને દેશ માટે ઓળખ બનાવનાર માપદંડ બનાવ્યા છે. એક ઉત્કૃષ્ટ કારકિર્દી માં તેને જીવનની શુભકામના પાઠવું છું.

આ પણ વાંચો - એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, IPLમાં રમશેભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ભાવુક થયો હતો. ધોની સાથે જુની તસવીર શેર કરતા કોહલીએ ટ્વિટ કરીને લખ્યું કે એક દિવસે દરેક ક્રિકેટરે પોતાની આ સફર ખતમ કરવાની હોય છે પણ જ્યારે આટલી નજીકથી જાણનારો કોઈ વ્યક્તિ તેની જાહેરાત કરે છે તો તમે વધારે ભાવુક થઈ જાવ છો. તમે દેશ માટે જે કર્યું, તે હંમેશા બધાના દિલમાં રહેશે પણ જે સન્માન અને ઉત્સાહ તમારી પાસેથી મળ્યો છે તે હંમેશા મારી પાસે રહેશે. દુનિયા ઉપલબ્ધિ જોવે છે અને હું માણસને જોવું છું. કપ્તાન દરેક બાબત માટે આભાર. તમારા માટે હું માથું ઝુકાવું છું.

હાર્દિક પંડ્યાએ ટ્વિટ કર્યું છે કે મારી કારકિર્દીમાં સૌથી મોટી પ્રેરણા બનવા માટે મારા મિત્ર અને મોટા ભાઈને ધન્યવાદ. બ્લૂ જર્સીમાં તમારી સાથે રમવું યાદ આવશે. પણ મને વિશ્વાસ છે કે તમે હંમેશા મારા માટે રહેશો અને મને ગાઇડ કરતા રહેશો.આર અશ્વિને ટ્વિટ કરીને કહ્યું હતું કે ધ લિજેન્ડ હંમેશા થી અલગ અને અનોખા અંદાજમાં નિવૃત્તિ લેશે. મારી સ્મૃતિમાં વિજય હંમેશા બની રહેશે. તમારા ભવિષ્યના બધા પ્રયત્નો માટે શુભકામના.
Published by: Ashish Goyal
First published: August 15, 2020, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading