વિરાટ કોહલીની IPL ટીમમાં રમેલા બે ખેલાડીની સ્પૉટ ફિક્સિંગમાં ધરપકડ

News18 Gujarati
Updated: November 7, 2019, 12:45 PM IST
વિરાટ કોહલીની IPL ટીમમાં રમેલા બે ખેલાડીની સ્પૉટ ફિક્સિંગમાં ધરપકડ
વિરાટ કોહલી (ફાઇલ તસવીર)

સી.એમ ગૌતમ (C. M. Gautam)અને અબરાર કાઝી (Abrar Kazi) પર ધીમી બેટિંગ માટે 20 લાખ રૂપિયા લેવાનો આરોપ લાગ્યો છે.

  • Share this:
નવી દિલ્હી : કર્ણાટક પ્રીમિયર લીગ (Karnataka Premier League)માં સ્પૉટ ફિક્સિંગ અંગે દિવસેને દિવસે નવાં નવાં ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધી બેંગલુરુ ક્રાઇમ બ્રાંચે ટીમના માલિક, કોચ અને એક બેટ્સમેનની ધરપકડ કરી છે. હવે સ્પૉટ ફિક્સિગમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે ફિક્સિંગ બદલ વધુ બે ક્રિકેટરોની ધરપકડ કરી છે. આ બંને ક્રિકેટરો આઈપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો હિસ્સો રહી ચુક્યા છે.

કર્ણાટક પ્રીમિયર લીગ (KPL)માં મેંચ ફિક્સિંગમાં એક પછી એક ધરપકડ થઈ રહી છે. 33 વર્ષીય સી.એમ. ગૌતમ અને અબરાર કાઝીની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો હિસ્સો રહી ચુક્યો છે. તેના પર કેપીએલની આ સિઝનમાં ઍવોર્ડ વિનિંગ મુકાબલામાં ધીમી બેટિંગ માટે 20 લાખ રૂપિયા લેવાનો આરોપ લાગ્યો છે.

સી.એમ. ગૌતમ (ફાઇલ તસવીર)


કેપીએલ 2019માં ફાઇનલમાં હુલબી અને બેલ્લારી ટીમની વચ્ચે સ્પૉટ ફિક્સિંગ થયું હતું. આ પહેલા આ લીગમાં ફિક્સિંગને લઈને ભારતીય ક્રિકેટર નિશાંતસિંહ શેખાવતની પણ પોલીસે ધરપકડ કરી છે.

બુકીઓને ખેલાડીઓ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી

કર્ણાટક પ્રીમિયર લીગમાં અનેક ટીમ તરફથી રમનારા શેખાવત પર આરોપ લાગ્યો છે કે તે બુકીઓને ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સુધી પહોંચાડતો હતો. શેખાવત શિવામોગા મેંગલોર અને હુબલી ટાઇગર્સ તરફથી રમી ચુક્યો છે. 2016માં નિશાંત શેખાવત કરુણ નાયરના નેતૃત્વવાળી મેંગલોર ટીમનો ભાગ હતો. બેંગલુરુ બ્લાસ્ટર્સ ( Bengaluru Blasters) ટીમના બોલિંગ કોચ વીનૂ અને બેટ્સમેન વિશ્વનાથની પોલીસે ધરપકડ કર્યા બાદથી એક પછી એક નામોનો ખુલાસો થઈ રહ્યો છે. આ બંનેની ધરપકડ બાદ શેખાવત પોલીસના રડારમાં આવી ગયો હતો.જ્યારે ગૌતમ અને કાઝી પર ધીમી બેટિંગ કરવા માટે 20 લાખ રૂપિયા લેવાનો આરોપ છે. જ્યારે વિશ્વનાથ પર ધીમી બેટિંગ માટે પાંચ લાખ રૂપિયા લેવાનો આરોપ છે. વિશ્વનાથને એક મેચમાં 20 બોલમાં 10થી ઓછા રન કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મેચમાં તેણે 17 બોલ પર 9 રન બનાવ્યા હતા.
First published: November 7, 2019, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading