વિરાટ કોહલી માટે હાલ બધુ ઠીક ચાલીર રહ્યું છે. તેમની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા આઇસીસી કિક્રિકેટ વર્લ્ડ કપ 2019ના સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. તેમનું ફોર્મ પણ સારું ચાલી રહ્યું છે. પર્સનલ લાઇફમાં પણ તેઓ પત્ની અનુષ્કા શર્માની સાથે આરામથી જીવન પસાર કરી રહ્યાં છે.
બુધવારે વિરાટ અને અનુષ્કા બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પજ પર મસ્તીભરી તસવીરો પોસ્ટ કરી, અનુષ્કાએ વિરાટની સાથે ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે સીલ ધ સિલિ મોમેન્ટ્સ એટલે બેવકુફભર્યા પળોનો આનંદ લો, આ તસવીરમાં અનુષ્કા અને વિરાટ સાથે ઉભા છે. અનુષ્કાનો હાથ વિરાટના ખભા પર છે અને તે ફની દેખાઇ રહ્યાં છે. અનુષ્કા તેને જોઇને હંસી રહી છે. આ ફોટોને 16 લાખથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે.
વિરાટ કોહલીએ પણ અનુષ્કાની સાથે એક તસવીર પોસ્ટ કરી, જેમાં બંને ટેબલની પાસે ઉભા છે, જ્યાં શ્રીમાં અને શ્રીમતિ લખ્યું છે. આ તસવીરમાં વિરાટ અને અનુષ્કા ખૂબ જ ખુશ દેખાઇ રહ્યાં છે. આ ફોટોને 35 લાખથી વધુ લોકોએ લાઇક કરી છે.
વિરાટ અને અનુષ્કાએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા, બંને પહેલી વખત એક એડ શૂટ દરમિયાન મળ્યા હતા, ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ અને બાદમાં લગ્ન કર્યા.

આ તસવીરમા બંને હળવાશની પળમાં દેખાયા