Home /News /sport /‘બિગ બોસ’ના ઘરમાં જશે ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી, બહાર આવી હકીકત

‘બિગ બોસ’ના ઘરમાં જશે ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી, બહાર આવી હકીકત

‘બિગ બોસ’ના ઘરમાં જશે ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી

ભારતના સૌથી પ્રખ્યાત રિયાલિટી ટીવી શો બિગ બોસની 12મી સિઝન જલ્દી શરૂ થઈ રહી છે. બધા લોકો તેમાં સામેલ થનાર સેલેબ્રિટીની રાહ જોઈ રહ્યા છે

ભારતના સૌથી પ્રખ્યાત રિયાલિટી ટીવી શો બિગ બોસની 12મી સિઝન જલ્દી શરૂ થઈ રહી છે. બધા લોકો તેમાં સામેલ થનાર સેલેબ્રિટીની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે એક ખબર આવી છે કે બિગ બોસ-12માં ટીમ ઇન્ડિયાનો એક પ્રખ્યાત ક્રિકેટર પણ ભાગ લઈ શકે છે. આ ક્રિકેટર બીજુ કોઈ નહીં પણ ફાસ્ટ બોલર શ્રીસંત છે. એસ શ્રીસંત 2013માં આઈપીએલ ફિક્સિંગ પછી પ્રતિબંધ ભોગવી રહ્યો છે.

જેલમાં પણ જઈ ચૂક્યો છે શ્રીસંત
સ્પોટ ફિક્સિંગ મામલામાં શ્રીસંતને મે 2013માં દિલ્હીની તિહાડ જેલમાં પણ રાખવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે ફિક્સિંગના આરોપમાં 2013માં મુંબઈથી શ્રીસંત અને તેના સાથી ખેલાડીઓ અજીત ચાંદીલા અને અંકિત ચવ્હાણની પણ ધરપકડ કરી હતી. સ્પોટ ફિક્સિંગ મામલે બીસીસીઆઈની અનુશાસન સમિતિએ શ્રીસંતને દોષિત ગણી આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો.

શ્રીસંતનો રિયાલિટી શો સાથે જુનો નાતો છે. તે એક ડાન્સ રિયાલિટી શોમાં ભાગ પણ લઈ ચૂક્યો છે


રિયાલિટી શો સાથે જુનો નાતો
શ્રીસંતનો રિયાલિટી શો સાથે જુનો નાતો છે. તે એક ડાન્સ રિયાલિટી શોમાં ભાગ પણ લઈ ચૂક્યો છે. સાથે તે મલયાલમ ફિલ્મ ટીમ-5માં પણ કામ કરી ચૂક્યો છે. હાલમાં જ શ્રીસંતે ગજબની બોડી બનાવી છે. આ બોડી તેણે પોતાની આવનારી ફિલ્મ કન્નડ ફિલ્મ ‘કેમ્પેગોડા -2’માટે બનાવી છે.
First published:

Tags: Bigg Boss 12, ક્રિકેટર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો