5મી પુત્રીના પિતા બન્યો શાહિદ આફ્રિદી, ફેન્સે કહ્યું - મહિલા ક્રિકેટ ટીમ બનાવશો કે શું?

આફ્રિદી તેની દીકરીઓ સાથે

એક યુઝર્સે લખ્યું : "શું ચાર દીકરીઓ તમારા માટે પૂરતી નથી? કે પછી તમારે દીકરો જ જોઇએ છે? "

 • Share this:
  પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી પાંચમી વાર પિતા બન્યા છે. તેમના ઘરે 5મી દીકરીનો જન્મ થયો છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા ખેલાડીએ આખી દુનિયાને આ ખુશખબરી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે "ઇશ્વરના અસીમ આશીર્વાદ અને દયા મારા પર હંમેશા છે. મારી ચાર અદ્ધભૂત દીકરીઓ પહેલાથી જ છે અને હવે એક વધુના આવવાથી તે આંકડા 5નો થઇ ગયો છે. હું તમારા બધા સાથે આ ખુશખબરી શેર કરું છું."
  જો કે આ ખુશીના સમાચાર વચ્ચે આફ્રિદીની મહિલા ફેન્સ તેમની પર ભડકી ગઇ. અને કેટલીક મહિલાઓએ તેમની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી.  જેમાં એક મહિલા કહ્યું કે પાકિસ્તાનમાં પોપ્યુલેશન કંટ્રોલ વિષે ક્યારે સમજશો. શું ચાર દીકરીઓ તમારા માટે પૂરતી નથી કે પછી તમારે દીકરો જોઇએ છે માટે તમે દીકરીઓની ક્રિકેટ ટીમ બનાવી રહ્યા છો?

  અન્ય એક યુવકે લખ્યું કે ભાઇ બસ કરો. આ કોઇ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી કે ખેલતા જ રહો!. અન્ય એક યુઝર્સે પણ તેવું જ લખ્યું કે આ સમાજમાં દિકરા ન થાય ત્યાં સુધી સ્ત્રી જન્મ આપતી જ રહે છે.

  જો કે અન્ય કેટલાક યુઝર્સે આફ્રિદીના ઘરે આ નાનું મહેમાન આવવાની ખુશી પણ વ્યક્ત કરી. અને આફ્રિકાના પરિવારને શુભેચ્છાઓ પણ પાઠવી. એક યુઝર્સે તેમ પણ લખ્યું કે સારું કહેવાય શાહિદ આફ્રિદી પાંચ એન્જલ્સના પિતા બન્યા છે.
  Published by:Chaitali Shukla
  First published: