બર્બાદ થઈ રહ્યું છે આ યુવા ભારતીય ક્રિકેટરનું ‘ઘર’, મદદની કરી અપીલ

વિરાટ કોહલી, વીવીએસ લક્ષ્મણ, હરભજન સિંહ જેવા દિગ્ગજ ખેલાડી પણ કેરળના લોકો પ્રત્યે હમદર્દી બતાવી ચૂક્યા છે

અફઘાનિસ્તાનનો યુવા સ્પિનર અને આઈપીએલમાં પોતાની ફિરકીનો જાદુ બતાવનાર રાશિદ ખાને પણ કેરળના લોકોની મદદ કરવા અપીલ કરી છે. તેણે પોતાના ટ્વિટર ઉપર કેરળના પૂરગ્રસ્ત પીડિતો માટે મેસેજ પોસ્ટ કર્યા છે

 • Share this:
  કેરળમાં હાલ છેલ્લા 100 વર્ષનું સૌથી ભયાનક પૂર આવ્યું છે. સેકડો લોકો આ કુદરતી આફતમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે લાખો લોકોએ પોતાના ઘર ગુમાવી દીધા છે. ભારતનો  ટેલેન્ટેડ યુવા ખેલાડી સંજુ સેમસન પણ કેરળનો રહેવાસી છે, તેણે પોતાના રાજ્યની મદદ માટે લોકોને અપીલ કરી છે. સંજુ સેમસને કેરળના લોકો માટે 15 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.

  સંજુ સેમસેનની જેમ વિરાટ કોહલી, વીવીએસ લક્ષ્મણ, હરભજન સિંહ જેવા દિગ્ગજ ખેલાડી પણ કેરળના લોકો પ્રત્યે હમદર્દી બતાવી ચૂક્યા છે. અફઘાનિસ્તાનનો યુવા સ્પિનર અને આઈપીએલમાં પોતાની ફિરકીનો જાદુ બતાવનાર રાશિદ ખાને પણ કેરળના લોકોની મદદ કરવા અપીલ કરી છે. તેણે પોતાના ટ્વિટર ઉપર કેરળના પૂરગ્રસ્ત પીડિતો માટે મેસેજ પોસ્ટ કર્યા છે.  કેરળમાં ભયંકર પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત થયા છે. પૂરથી લગભગ 19,220 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. પીએમે કેરળ માટે કેન્દ્ર તરફથી 500 કરોડની રકમ આપવાની જાહેરાત કરી છે.  આ પહેલા ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ 100 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી ચૂક્યા છે.
  Published by:Ashish Goyal
  First published: