ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કર્યો Lockdoneમાં તલવાર દાવ, સોશિયલ મીડિયા પર Videoએ મચાવી ધૂમ


Updated: April 12, 2020, 11:24 PM IST
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કર્યો Lockdoneમાં તલવાર દાવ, સોશિયલ મીડિયા પર Videoએ મચાવી ધૂમ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વીડિયો શેર કર્યો

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ આ પ્રકારનો વિડીયો પોતાના ઓફિશીયલ એકાઉન્ટ પર શેર કરતા ગણતરીની મિનિટોમાં બે હજારથી પણ વધુ વિડીયો શેર થયો છે

  • Share this:
હાલ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં lockdown ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે lockdownનો આજે ઓગણીસમો દિવસ છે, ત્યારે આમ આદમીથી માંડીને સેલિબ્રિટીને પણ પોતાના ઘરની અંદર રહેવાની ફરજ પડી છે.

ત્યારે અવાર નવાર કોઈ સેલીબ્રીટી દ્વારા પોતાના ઘરના અથવા તો પોતાની કામકાજ અંગેના વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવતા હોય છે. ત્યારે આવો જ કંઈક એક વિડીયો ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર એવા રવિન્દ્ર જાડેજાએ પણ અપલોડ કર્યો છે.

રવિન્દ્ર જાડેજાએ પોતાના ઘરની ટેરેસ પર તલવાર ફેરવતા હોય તેઓ એક વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો તેમને પોતાના ઓફિશીયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. તો સાથે જ આ વિડીયોમાં તેમણે ગીત બેગ્રાઉન્ડ તરીકે મૂક્યું છે બ્લોક બસ્ટર ફિલ્મ એવી બાહુબલી નું. જેનું ગીત છે 'તલવારે જબ વો લહેરાયે', ત્યારે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ આ પ્રકારનો વિડીયો પોતાના ઓફિશીયલ એકાઉન્ટ પર શેર કરતા ગણતરીની મિનિટોમાં બે હજારથી પણ વધુ વિડીયો શેર થયો છે, તો સાથે જ હજારોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ પણ આ વીડિયોને મળી છે.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને તેના ધર્મ પત્ની અનુષ્કા શર્માનો પણ એક વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં વિરાટ કોહલીના હેર કટીંગ તેની પત્ની અનુષ્કા શર્મા કરી રહી હોય તે પ્રકારના દ્રશ્યો તેમાં જોવા મળ્યા હતા.
First published: April 12, 2020, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading