રાહુલ દ્રવિડના દીકરાની કમાલ : પહેલા બેવડી સદી ફટકારી અને પછી બૉલિંગમાં પણ કમાલ કરી

News18 Gujarati
Updated: December 21, 2019, 11:58 AM IST
રાહુલ દ્રવિડના દીકરાની કમાલ : પહેલા બેવડી સદી ફટકારી અને પછી બૉલિંગમાં પણ કમાલ કરી
રાહુલ દ્રવિડ.

સમિત દ્રવિડ પહેલા પણ અનેક સારી ઇનિંગ રમી ચુક્યો છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોશિએશનની અનેક ટૂર્નામેન્ટમાં તેણે કમાલનું પ્રદર્શન કર્યું છે.

  • Share this:
બેંગલુરુ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid)ના પુત્ર સમિતે (Samit Dravid) અંડર-14 રાજ્ય સ્તરની મેચમાં બેવડી સદી ફટકારી છે. 14 વર્ષના સમિતે અંડર-14 ઇન્ટર ઝોનલ ટૂર્નામેન્ટમાં વાઇસ પ્રેસિડેન્ટ એકાદશ માટે રમતા ધારવાડ ઝોન વિરુદ્ધ 201 રન બનાવ્યા હતા. સમિતે રમત દરમિયાન 22 ચોગ્ગા ફટકાર્યા હતા. આ મેચ ડ્રો રહી હતી. સમિતે બીજી ઇનિંગમાં પણ સારી બેટિંગ કરી હતી અને અણનમ રહીને 94 રન બનાવ્યા હતા.

બીજી ઇનિંગમાં તેણે ત્રણ વિકેટ પણ ઝડપી હતી. સમિત પહેલા પણ અનેક સારી ઇનિંગ્સ રમીને ન્યૂઝમાં આવી ચુક્યો છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની અનેક ટૂર્નામેન્ટમાં તેણે સારી રમત રમી છે. ગત દિવસોમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ સમિતની રમતને યાદ કરી હતી.સમિત અનેક મોટી ઇનિંગ રમી ચુક્યો છે

સમિતે 2018માં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના બીટીઆર કપ અંડર-14 ઇન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટમાં માલ્યા અદિતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી રમતમાં 150 રન બનાવ્યા હતા. આના બે વર્ષ પહેલા તેણે ટાઇગર કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બેંગલુરુ યૂનાઇટેડ ક્રિકેટ ક્લબ તરફથી રમતા ફ્રેંક એન્થની પબ્લિક સ્કૂલ વિરુદ્ધ 125 રન બનાવ્યા હતા. નવ વર્ષનો સમિત સપ્ટેમ્બર 2015માં અંડર 12 ગોપાલન ક્રિકેટ ચેલન્જમાં બેસ્ટ બેટ્સમેન પસંદ કરવામાં આવ્યો હતો. સમિતે આ ટૂર્નામેન્ટમાં માલ્યા અદિતિ સ્કૂલ તરફથી અણનમ 77, 93 અને 77 રનની ઇનિંગ રમી હતી.

મહાન બેટ્સમેનોમાં સામેલ રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ હાલ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીનો ઇન્ચાર્જ છે. જુલાઈમાં તેણે આ પદ સંભાળ્યું હતું. તેણે ભારત માટે 164 ટેસ્ટ રમી હતી, જેમાં 52.31ની સરેરાશથી 13,288 રન બનાવ્યા હતા. તેના નામે ટેસ્ટમાં 36 સદી અને 63 અડધી સદી છે. જ્યારે વન-ડેમાં 344 મેચમાં 39.16 રનની સરેરાશથી 10,889 રન બનાવ્યા હતા. જેમાં તેણે 12 સદી અને 83 અડધી સદી બનાવી છે. તેની ગણતરી દુનિયાના મહાન બેટ્સમેનોમાં થાય છે.
First published: December 21, 2019, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading