રાહુલ દ્રવિડ ગુસ્સાથી થયો લાલચોળ, કહ્યુ-'હું છું ઇન્દિરાનગરનો ગુંડો'

રાહુલ દ્રવિડ ગુસ્સાથી થયો લાલચોળ, કહ્યુ-'હું છું ઇન્દિરાનગરનો ગુંડો'
રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ ખૂબ ઓછું બોલે છે, પરંતુ તેઓ ગુસ્સો વધારે કરે છે. આવો જ કઈંક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • Share this:
નવી દિલ્હી: ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવાય છે અને રાહુલ દ્રવિડ તેના પોસ્ટર બોય છે. ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડ ધ વોલ (Rahul Dravid- The Wall) તરીકે ઓળખાય છે. તેઓ જ્યારે પણ આઉટ થાય છે, ત્યારે તેમણે ઘણી મહેનત કરી હોય છે. જયારે તેઓ ક્રિઝ પર હોય ત્યારે બોલર્સ થાકી જાય છે. તેઓ દરેક બોલ સહીત તેમના વચ્ચે કંઈ પણ આવે તેને બ્લોક કર્યું છે. તેમનું સ્થિર માથું વિકટ પરિસ્થિતિ દરમિયાન એક જડબાતોડ જવાબ હતો. ભારત માટેની તેમની કૃતજ્ઞતા, દ્રઢ સંકલ્પ અને ઝનૂનને દેશને ઘણી યાદગાર જીત અપાવી છે. જોકે, આ બધું તેમણે ભાવનાઓ વ્યક્ત કર્યા વિના કર્યું હતું. પરંતુ ઓછું બોલતા આ ખેલાડીના બેટે બહુ બધા જવાબ આપ્યા છે.

રાહુલ દ્રવિડ ખૂબ ઓછું બોલે છે, પરંતુ તેઓ ગુસ્સો વધારે કરે છે. આવો જ કઈંક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાહુલ દ્રાવિડ ગુસ્સાથી લાલ દેખાઈ રહ્યા છે. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ એપ 'CRED' માટે રાહુલ દ્રવિડે એક એડવર્ટાઈઝમેન્ટમાં કામ કર્યું છે. જેમાં રાહુલ દ્રવિડ પ્રથમ વખત એક અલગ જ અવતારમાં જોવા મળ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ટ્રાફિક જામમાં ફસાયેલા દ્રવિડ ગુસ્સામાં છે. તેઓ પોતાના બેટ અને શબ્દોથી તબાહી મચાવી રહ્યા છે.



આ પણ વાંચો: TMCના રણનીતિકાર પ્રશાંત કિશોરનો કથિત ઑડિયો લીક, 'બંગાળમાં મોદી ખૂબ પ્રસિદ્ધ'

વિરાટ કોહલીએ ટ્વીટર પર આ વિડીયો પોસ્ટ કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે, 'રાહુલ ભાઈનો આવો મિજાજ ક્યારેય નથી જોયો.'

ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ગત અઠવાડિયે ભારતની સફળતા માટે રાહુલ દ્રવિડને કહ્યું હતું કે, તેઓ યુવાનોમાં સાચી માનસિકતા સ્થાપિત કરી રહ્યા છે. સાથે જ જયારે યુવાનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે દ્રવિડ તેમની મદદ માટે આવ્યા હતા.

આ પણ વાંચો: પાલનપુર: ભેંસ જોવાના બહાને વ્યક્તિને ઘર બહાર બોલાવી કર્યું ફાયરિંગ, ઇનોવા કારમાં આવ્યા હતા શખ્સો

વોને કહ્યું કે, ભારત ભલે આ માટે IPLને શ્રેય આપતું હોય, પરંતુ મારું માનવું છે કે દ્રવિડ હંમેશા તેમની સાથે રહ્યો છે. દ્રવિડે ભારતની ટીમ A અને નેશનલ ક્રિકેટ એકેડમી સાથે કામ કરીને ભારતને નવા ક્રિકેટરો આપવામાં મોટો ફાળો આપ્યો છે. દ્રવિડના નેજા હેઠળ ભારતે અંડર 19 વર્લ્ડકપ જીત્યો. જેમાંથી શુભમન ગિલ અને પૃથ્વી શોની પસંદગી થઇ. ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડના પ્રશિક્ષણો અનુભવ હનુમા વિહારી, મોહમ્મદ સિરાજ, મયંક અગ્રવાલને પણ મળ્યો છે, જેમને ભારતીય ટીમ માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.
Published by:News18 Gujarati
First published:April 10, 2021, 11:35 am

ટૉપ ન્યૂઝ