ન્યૂઝીલેન્ડમાં મેચ દરમિયાન ક્રિકેટરને મેદાન પર માર્યો મુક્કો, થઇ ગયો બેભાન

પ્રતિકાત્મક તસવીર

ક્રિકેટના મેદાન પર હંમેશા વિવાદ થતા રહે છે અને ઘણી વખત આ વિવાદ મારામારી સુધી પહોંચી જાય છે. આવી જ એક ઘટના ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં સામે આવી છે

 • Share this:
  નવી દિલ્હી : ક્રિકેટના મેદાન પર હંમેશા વિવાદ થતા રહે છે અને ઘણી વખત આ વિવાદ મારામારી સુધી પહોંચી જાય છે. આવી જ એક ઘટના ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં સામે આવી છે. ઓકલેન્ડમાં એક કમ્યુનિટી મેચ દરમિયાન ક્રિકેટરને વિરોધી ખેલાડીએ મુક્કો માર્યો (Fight at Cricket Ground)હતો. મો ઉપર મુક્કો વાગવાથી ક્રિકેટર ત્યાં બેભાન થઈ ગયો હતો અને ઘણા સમય પછી ભાનમાં આવ્યો હતો.

  ન્યૂઝીલેન્ડના અખબારના રિપોર્ટ પ્રમાણે ઓકલેન્ડના પાકુરંગામાં રમાય રહેલી મેચમાં અરશદ બશીર ન્યૂ લિન ક્રિકેટ ક્લબ માટે બોલિંગ કરી રહ્યો હતો. તેના બોલને નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો. જે પછી બશીરે બેઇમાની ના કરવાની વાત કહી હતી. બશીરની આ વાત સાંભળી હૌવિક પાકુરંગા ક્રિકેટ ક્લબનો એક ખેલાડી ભડકી ગયો હતો અને તેણે બશીરના મો પર મુક્કો માર્યો હતો. મુક્કો પડતા જ બશીર મેદાનમાં બેભાન થઇ ગયો હતો. તે થોડા સમય પછી ભાનમાં આવ્યો હતો.

  આ પણ વાંચો - હે મા માતાજી! તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાંથી દયાબેને કહ્યું અલવિદા?

  ઓકલેન્ડ ક્રિકેટમાં વિવાદ

  બશીરે આરોપ લગાવ્યો છે કે આરોપી ખેલાડીએ તેની ગરદન પકડી અને જ્યારે તેણે છુટવાનો પ્રયત્ન કર્યો તો તેણે મો પર મુક્કો મારી દીધો હતો. બશીરે મામલાની ફરિયાદ પોલીસને કરી દીધી છે. તમને જણાવી દઈએ કે બશીર ઓકલેન્ડમાં પાર્ટ ટાઇમ જોબ કરે છે તે એક ટેક્સી ડ્રાઇવર છે. રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. બશીરે આરોપી ખેલાડી પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. ઓકલેન્ડના કમ્યુનિટી ક્રિકેટર મેનેજરે જાણકારી આપી કે બોર્ડને આ મામલા વિશે જાણકારી આપવામાં આવી છે. ઓકલેન્ડ ક્રિકેટ આ મામલા પર પોલીસનો પૂરો સહયોગ કરી રહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published: