વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારીને ચર્ચામાં આવેલ યુવા બેટ્સમેન પૃથ્વી શોને જ્યારે ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામે એકપણ મેચમાં રમવાની તક મળી ન મળતા ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા હતા. જોકે ઓસ્ટ્રેલિયા સામે ટીમમા નહીં રમાડવાના સાચા કારણનો હાલમાં જ ખુલાસો થયો છે. મુંબઈ મિરરના એક રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો.
જૂનિયર ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરવાના કારણે 18 વર્ષીય પૃથ્વીની સરખામણી સચિન તેંડુલકર સાથે કરવામાં આવી રહી છે. કેરેબિયન ટીમ સામે સદી પછી દરેકે તેને ટીમ ઇન્ડિયાનો નવો સચિન માની લીધો હતો. આ જ કારણોસર તેને ધવનના સ્થાને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તક મળી હતી.
મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે હાલમાં જ પૃથ્વી શો એ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરીને કાઉન્સિલિંગ લીધી હતી. અંડર-19 વર્લ્ડ કપ વિજેતા સુકાનીને સચિનને કાઉન્સિલિંગની જરુર કેમ પડી તેના વિશે આ રિપોર્ટમાં જણાવ્યું છે. જે ભારતીય ક્રિકેટ માટે ઘણું ચિંતાજનક છે.
ઓસ્ટ્રેલિયામાં ઈજા થવી તે જ રમતથી દૂર રહેવાનું એકમાત્ર કારણ ન હતું. રિપોર્ટ પ્રમાણે પૃથ્વી શો પોતાની ઈજામાંથી પરત ફરવાની ઇમાનદાર પ્રયત્ન કરી રહ્યો ન હતો અને તેને કેટલીક એવી ખરાબ આદતો પણ લાગી ગઈ હતી. જેને ક્રિકેટમાં ઘણી ખરાબ માનવામાં આવે છે.
જોકે ટીમ ઇન્ડિયાના મેનેજરના ઓફિશિયલ રિપોર્ટ પર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પણ રિપોર્ટ પ્રમાણે ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયામાં તેને સમજાવ્યો પણ હતો કે આટલી જલ્દી મળેલી સફળતાને કેવી રીતે હેન્ડલ કરે.
ભારતીય ક્રિકેટના યુવા સ્ટારને ભટકવાથી બચાવવા માટે સચિન તેંડુલકર સામે આવ્યો છે. સચિને પૃથ્વીને મુંબઈના બાંદ્રામાં પોતાના ઘરે બોલાવીને સમજાવ્યો હતો કે કેવી રીતે ક્રિકેટના મેદાનની બહાર પણ પોતાને સંભાળી રાખવો જરુરી છે. સચિનની જેમ પૃથ્વી પણ મુંબઈનો જ ખેલાડી છે અને સચિન તેની બેટિંગને શરુઆતથી જ ફોલો કરે છે.
પૃથ્વી હવે ફિટ થઈ ગયો છે અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં બેટિંગ કરવાનું શરુ પણ કરી દીધું છે. આ મહિને શરુ થતી ટી-20ની સૈયદ મુશ્તાક ટ્રોફી દ્વારા તે વાપસી કરી શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર