ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ રિયલ એસ્ટેટ કંપની આમ્રપાલી સામે દિલ્હી હાઇકોર્ટમાં મામલો નોંધ્યો છે.
અરજીમાં ધોનીએ આરોપ લગાવ્યો છે કે કંપનીના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યાં પછી આમ્રપાલીએ તેમને ઘણાં વર્ષો સુધી પૈસાની ચૂકવણી કરી ન હતી. આમ્રપાલીએ 2011માં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીત પછી ટીમ ઇન્ડિયાના પ્રત્યેક સભ્યોને નોએડા એક્સટેન્શનમાં આમ્રપાલી ડ્રીમ વેલી પ્રોજેક્ટમાં એક વિલા ભેટમાં આપ્યો હતો. ધોનીને 1 કરોડ રૂપિયાની કિંમતનો અને ટીમના બાકી સભ્યોને 55 લાખ રૂપિયા પ્રત્યેકનો વિલા આપ્યું છે. નોંધનીય છે કે આમ્રપાલી વિત્તીય સંકટમાં ફસાયેલા છે. એટલે કંપનીએ કેટલાક હાઉસિંગ પ્રોજેક્ટ પુરા કર્યા નથી. આમ્રપાલી ગ્રુપે નોએડા અને ગ્રેટર નોએડામાં 10 હાઉસીંગ પ્રોજેક્ટસમાં લગભગ 40,000 ફ્લેટની ડિલીવરી આપવાની છે.
શું છે મામલો
ઋતિ સ્પોર્ટ્સના મેનેજીંગ ડાયરેક્ટર અરૂણ પાંડેએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કંપનીએ બ્રાંડિંગ અને માર્કેટીંગ એક્ટિવીટીઝ માટે અમને પૈસા નથી આપ્યાં. પાંડેએ જણાવ્યું કે ઋતિ સ્પોર્ટ્સનું આમ્રપાલી પર લગભગ 200 કરોડ રૂપિયાનું બાકી છે.
સોશિયલ મીડિયામાં ધોનનીને નિશાનો બનાવાયો
આમ્રપાલીનો હાઉસિંગ પ્રોજેક્ટ પુરો ન થવાને કારણે ઘર ખરીદનારાઓએ સોશિયલ મીડિયામાં ધોનીને નિશાનો બનાવ્યાં પછી તેણે એપ્રિલ 2016માં કંપની સાથે બ્રાંડ એમ્બેસેડર તરકે પોતાનો સંબંધ તોડ્યો હતો.
રિયાલ્ટી સેક્ટરની મંદીમાં ફસી કંપની
કંપનીનું કહેવું છે કે રિયાલ્ટી સેક્ટરમાં મંદીને કારણે તેનું વેચાણ ઓછું થઇ ગયું છે અને તેના કારણે પ્રોજેક્ટસ પુરા કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ગત વર્ષે બેંક ઓફ બરોડાએ આમ્રપાલી ગ્રુપની સામે નેશનલ કંપની લો ટ્રાઇબ્યૂનલમાં (NCLT)ઇન્સોલ્વન્સી માટે અરજી કરી હતી. જે પછી ત્યાં ઘર ખરીદનારે પોતાના ઇન્વેસ્ટમેન્ટની સુરક્ષાની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર