ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંનો વિવાદ ફરી એક વખત ચર્ચામાં છે. સોમવારે અમરોહા પોલીસે મોહમ્મદ શમીની પત્ની હસીનની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં ધરપકડ કરી હતી. બાદમાં તેને છોડી મુકવામાં આવી હતી. મંગળવારે ક્રિકેટર શમીને પુત્રીએ સલાહ આપતા કહ્યું હતું કે પપ્પા સુધરી જાવ. તેણે પપ્પા ખરાબ હોવાનો આરોપ લગાવ્યો છે.
હસીન જહાં ગુરુવારે રાત્રે ડિડૌલીના વિસ્કાર સહસપુર અલી નગર ગામમાં શમીના પૈતૃક આવાસ પહોંચી હતી. જ્યાં શમીની માતા અને પરિવાર સાથે હસીનની રકઝક થઈ હતી. આ પછી પોલીસે કલમ 151 પ્રમાણે હસીનની ધરપકડ કરી હતી. આ પહેલા હસીને શમી પર આરોપ લગાવ્યો હતો કે તે તેને ઘર ખર્ચના પૈસા આપતો નથી. સાથે તેણે આરોપ લગાવ્યો હતો કે તેનો અન્ય મહિલા સાથે રોમાંસ ચાલી રહ્યો છે, જેથી તે મને છોડવા માંગે છે.
શમીએ તેના આરોપને ખોટા ગણાવ્યા છે અને કહ્યું હતું કે હસીને તેને દગો આપ્યો હતો. હસીન પહેલાથી પરણિત હતી અને બે બાળકની માતા પણ હતી. શમીનું કહેવું હતું કે જ્યારે અને બંનેએ લગ્ન કર્યા ત્યારે હસીન જહાંના પ્રથમ લગ્ન વિશે ખબર ન હતી. જહાંએ લગ્ન પછી આ વાત જણાવી હતી.
હસીન જહાં અને શમીના લગ્ન 2014માં થયા હતા. હસીન એક મોડલ હતી પછી તે કોલકાતા નાઇટ રાઇડર્સની ચીયર લીડર બની હતી. આ દરમિયાન શમી અને હસીન વચ્ચે પ્રેમ થયો હતો. શમીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર