100થી વધારે એવરેજ હોવા છતા ટીમમાં ન મળ્યું સ્થાન, BCCIની પસંદગી પર સવાલ ઉઠાવ્યા

News18 Gujarati
Updated: July 25, 2018, 8:11 PM IST
100થી વધારે એવરેજ હોવા છતા ટીમમાં ન મળ્યું સ્થાન, BCCIની પસંદગી પર સવાલ ઉઠાવ્યા

  • Share this:
બંગાળ ક્રિકેટ ટીમનો બેટ્સમેન મનોજ તિવારી આગામી સ્પર્ધા માટે BCCI દ્વારા જાહેર કરવામાં આવેલ ટીમમાં પોતાનું નામ ન આવતા નિરાશ થયો છે અને બોર્ડની પસંદગી પર સવાલો ઉભા કર્યા છે. વેબસાઇટ ઇએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ દ્વારા ગત સપ્તાહે આગામી સ્પર્ધાઓ માટે 6 નવી ટીમોની જાહેરાત કરી છે. જેમાં એકપણ ટીમમાં મનોજ તિવારીનો સમાવેશ કર્યો નથી.

બીસીસીઆઈ દ્વારા દક્ષિણ આફ્રિકા-એ સામે ચાર દિવસીય મેચ, દલીપ ટ્રોફી, ઓસ્ટ્રેલિયા-એ સામે રમાનારી શ્રેણી માટે ઇન્ડિયા-એ અને ઇન્ડિયા-બી ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મનોજ તિવારીને સ્થાન મળ્યું નથી. મનોજે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે મને એ લાગણી થઈ રહી છે કે ટીમ માટે કરેલા તમારા કામની કોઈ કદર નથી હોતી. લોકો ફક્ત સ્કોરશીટ પર
નંબર જોવા માંગે છે પણ તે ભૂલી જાય છે કે અમે કયા પ્રકારની પિચ પર રમ્યા હતા અને મેચનું પરિણામ શું હતું?'

મનોજે 2017-18ની સિઝનમાં 126.70ની એવેરજથી 507 રન બનાવ્યા છે. આ ભારતમાં ઘરેલું લિસ્ટ-એની એવરેજ પ્રમાણે મોટો સ્કોર છે. આ પહેલા સ્કોર 400 રન સુધીનો હતો.

આ સાથે વિજય હઝારે ટ્રોફી અને દેવધર ટ્રોફીમાં 100થી વધારેની એવરેજ રહી છે. તેના સિવાય કોઈ અન્ય બેટ્સમેને આવી સિદ્ધિ મેળવી નથી. પોતાની આ નિરાશા વિશે મનોજે ટ્વિટર પર લખ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં કેટલા એવા બેટ્સમેન રહ્યા છે, જેમની વિજય હઝારે અને દેવધર ટ્રોફીમાં 100થી વધારેની એવરેજ રહી હોય અને તે પણ એક વર્ષમાં?

First published: July 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading