નવી દિલ્હી : પંજાબની રણજી ટીમના કેપ્ટન અને આઇપીએલમાં (IPL) કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના ખેલાડી મનદીપ સિંહ (Mandeep Singh)ખેડૂતોના આંદોલનના (Farmers Protest)સમર્થનમાં આવી ગયો છે. મનદીપ ખેડૂતોના આંદોલન સાથે જોડાવનાર પ્રથમ એક્ટિવ ક્રિકેટર બની ગયો છે. મનદીપ ભારત તરફથી ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. દિલ્હીના સિંધૂ બોર્ડર (Delhi Singhu Border)પર ખેડૂતોને સમર્થન કરવા પહોંચ્યો છે અને આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સમય પસાર કર્યો હતો.
મનદીપ સિંહે ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપતા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું કે મેં તે બધા વરિષ્ઠ નાગરિકોને પોતાનું સમર્થન બતાવવા માટે ત્યાં ગયો છું, જે આ ઠંડીમાં શાંતિથી બેસીને પોતાનો વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો - બોક્સર વિજેન્દર સિંહની જાહેરાત, જો સરકારે કૃષિ કાયદા પાછા ના લીધા તો પરત કરશે ખેલ રત્ન એવોર્ડ
આઈપીએલની 13મી સિઝન દરમિયાન મનદીપ સિંહે પોતાને પિતાને ગુમાવ્યા હતા. મનદીપે કહ્યું કે જો આજે મારા પિતા જીવતા હોત તો તે આ આંદોલનમાં સામેલ થવા માટે જરૂર આવ્યા હોત. તેમને આજે ગર્વ થઈ રહ્યો હશે તે તેમનો પુત્ર પોતાના તરફથી પ્રયત્ન કરી રહ્યો છે. મનદીપ પોતાના મોટા ભાઈ હરવિંદર સિંહ સાથે દિલ્હીની સરહદ પર ચાલી રહેલા કિસાન આંદોલનમાં સામેલ થયો છે.
આ સાથે જ મનદીપ પંજાબના તે હાઇ પ્રોફાઇલ હસ્તીઓના લિસ્ટમાં સામેલ થયો છે જે ખેડૂતોના આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે. બોક્સર વિજેન્દર સિંહે ખેડ઼ૂતોના સમર્થનમાં ખેલ રત્ન એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી હતી. પંજાબના બોક્સર કૌર સિંહ, ગુરુબખ્શ સિંહ સંધૂ અને જયપાલ સિંહે પોતાના પદ્મ શ્રી, દ્રોણાચાર્ય અને અર્જુન એવોર્ડ પરત કરવાનો નિર્ણય કર્યો છે.
Published by:Ashish Goyal
First published:December 09, 2020, 18:06 pm