Home /News /sport /આ અભિનેત્રી સાથે ડિનર ડેટ પર ગયો કેએલ રાહુલ, પરંતુ થોડા સમયમાં...

આ અભિનેત્રી સાથે ડિનર ડેટ પર ગયો કેએલ રાહુલ, પરંતુ થોડા સમયમાં...

અભિનેત્રી સાથે કેએલ રાહુલ.

સમાચાર પ્રમાણે કેએલ રાહુલ (KL Rahul) અને આથિયા શેટ્રી (Athiya Shetty) બંને મુંબઈમાં એક સાથે દેખાયા હતા.

નવી દિલ્હી : યુવા ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul)ને ખરાબ પ્રદર્શનને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. જે બાદમાં કર્ણાટકના આ બેટ્સમેને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કેએલ રાહુલ દરેક પ્રકારની ચર્ચામાં રહેતો હોય છે. ક્યારેક પોતાના ખરાબ પ્રદર્શન તો ક્યારેક પોતાના વ્યક્તિગત જીવનને કારણે તે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે તે કોઈ બોલિવૂડ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. જોકે, રાહુલે જાહેરમાં ક્યારેય આવો સ્વીકાર નથી કર્યો.

એવા સમાચાર હતા કે 27 વર્ષનો કેએલ રાહુલ આથિયા શેટ્ટી (Athiya Shetty)ને ડેટિંગ કરી રહ્યો છે. જોકે, બંનેએ આવી વાતોને ફક્ત અફવા જ ગણાવી છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી બંનેની તસવીરો કંઈક અલગ જ કહી રહી છે. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની અમુક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં જોઈ શકાય છે કે બંને ડિનર ડેટ પર ગયા છે. આથિયાએ કાળા રંગનું બ્લેઝર પહેર્યું છે, જ્યારે રાહુલ સફેદ શર્ટ અને ડેનિમ જેકેટમાં નજરે પડી રહ્યો છે. જોકે, આ ડિનર ડેટના થોડા સમય પછી તેમના મિત્ર સૂરજ પંચોલ અને આકાંક્ષા રંજન પણ આવી ગયા હતા.



આ પહેલા રાહુલ નિધિ અગ્રવાલ સાથે પણ નજરે પડ્યો હતો. તેના બાદમાં બંનેએ કહ્યું હતું કે તેઓ સારા મિત્રો જ છે. રાહુલનું કહેવું હતું કે બંને એક જ શહેરના છે, અને ઘણા સમયથી એકબીજાને ઓળખે છે.

કેએલ રાહુલ (KL Rahul) દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાનો ભાગ હતો. જોકે, શિખર ધવન અને રોહિત શર્માને કારણે તેણે એક પણ મેચમાં રમવાનો મોકો મળ્યો ન હતો. હાલ તે વિજય હજારે ટ્રોફીમાં વ્યસ્ત છે.
First published:

Tags: KL Rahul, ક્રિકેટ, બોલીવુડ